જામનગર : વાવાઝોડા બાદ સલામતી અંગેની તકેદારી રાખવા તંત્રની અપીલ

0
2172

સાવચેતી એ જ સલામતી,વાવાઝોડા બાદ રાખવાની તકેદારી

દેશ દેવી ન્યુઝ તા.૧૬ જૂન ૨૩ બિપરજોય વાવાઝોડા દરમિયાન અગમચેતીના પગલાં ભરવા જેટલા આવશ્યક છે તેટલી જ આવશ્યક છેવાવાઝોડા બાદની તકેદારી. આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાક સૂચનોનું પાલન કરવું જરૂરી છે.

  • સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળો.

ભરાયેલ વરસાદી પાણી, ઉંચા વૃક્ષો, વીજ થાંભલા, વીજ તારોથી દૂર રહો.

વાવાઝોડાને લીધે થયેલ કાટમાળને વહેલી તકે દુર કરો.

બચાવ કામગીરી માટે : ફાયર બ્રિગેડ, પોલીસ, કંટ્રોલ રૂમ તથા વહીવટી તંત્રનો સંપર્ક કરો.

અસરગ્રસ્તોની મદદ કરવીઃ જરૂર હોય તો દવાખાને કે સલામત સ્થળે લઈ જવા.

જર્જરિત અને ભયજનક મકાનો ખાલી કરી દેવા અને તેની આસપાસ રહેવાનું ટાળો.

પાણી ઉકાળીને પીવું શક્ય હોય તો ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો

  • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.

વાવાઝોડામાં મૃત્યુ પામેલા પશુનો નિકાલ સ્થાનિક સત્તામંડળના સંપર્કમાં રહીને સત્વરે કરવો.

સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો અને અફવાઓથી દૂર રહો.

વિકટ પરિસ્થિતિમાં એક બીજાને મદદરૂપ થઈને જાનમાલનું નુકશાન ઘટાડી શકાય છે.

જવાબદાર બનો : તમારી અને તમારા આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો.

  • વહીવટી તંત્રને સહકાર આપો

જેથી ભેગા મળી વહેલી તકે સમસ્યાઓનું સમાધાન થઈ શકે.

  • સ્થળાંતર કરવાનું થાય ત્યારે

કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો વગેરેને વોટરપ્રુફ પેકિંગમાં બાંધી સાથે રાખો

પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટરો બંધ રાખો

ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ જેવા ઊંચા સ્થાન ઉપર રાખો

લોકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરો

ઘરને તાળું મારી બંધ કરો અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચો

ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર બંધ કરો

  • અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો

મીણબત્તી,દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડા, બેટરી તેમજ સેલ હાથવગા રાખો.

પૂર દરમિયાન : પૂરના પાણીમાં ઉતરવાનું ટાળોઃ આવા પાણીમાં ઉતરવાની જરૂરિયાત હોય તો યોગ્ય પગરખાં પહેરવા

  • ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહો

બાળકોને ભૂખ્યાં ના રાખો તેમને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા દેશો નહિં.

તાજો રાંધેલો અને સૂકો ખોરાક આરોગો, ખોરાકને ઢાંકીને રાખોઃ પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગો નહીં.

  • ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળો.

આપાતકાલિન સંપર્ક (લેન્ડલાઈન ફોન માટે)જિલ્લા કંટ્રોલરૂમ – ૧૦૦૦ / રાજ્ય કંટ્રોલરૂમ – ૧૦૦૦ મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રીક્ટ કોડ જોડવો