છેલ્લા બે મહિનાથી લાપતા કિશોરીને 2 સપ્તાહમાં શોધો, નહીં તો ડીસીપી કોર્ટ સમક્ષ હાજર થાય: ગુજરાત હાઇકોર્ટ

0
79

છેલ્લા બે મહિનાથી લાપતા કિશોરીને 2 સપ્તાહમાં શોધો, નહીં તો ડીસીપી કોર્ટ સમક્ષ હાજર થાય: ગુજરાત હાઇકોર્ટ

હાઈકોર્ટની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, 2 માસથી ગુમ 15 વર્ષની બાળકીને 2 સપ્તાહમાં શોધી લાવો, નહીં તો ઝોન-6ના ડીસીપી એ.એમ.મુનિયા 7 એપ્રિલે કોર્ટ સમક્ષ હાજર થાય.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ગત 18 જાન્યુઆરીના રોજ દસમા ધોરણમાં ભણતી 15 વર્ષની કિશોરી ગુમ થઇ હતી. જેની પોલીસને બે માસ બાદ પણ કોઇ ભાળ મળી નથી.

જેથી પિતાએ ગુજરાત હાઈકોર્ટમા હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેની બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી.

હાઈકોર્ટની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, 2 માસથી ગુમ 15 વર્ષની બાળકીને 2 સપ્તાહમાં શોધી લાવો, નહીં તો ઝોન-6ના ઉઈઙ એ.એમ.મુનિયા 7 એપ્રિલે કોર્ટ સમક્ષ હાજર થાય.

અરજદાર પિતાની રજૂઆત છે કે, તેમનો 13 વર્ષનો પુત્ર 18મી જાન્યુઆરીના રોજ તેમની પુત્રીને સવારે સાત વાગ્યે સ્કૂલે મૂકવા ગયો હતો.

બપોરે 12 વાગ્યે સ્કૂલે લેવા ગયો તો તે ત્યાં ન હતી. શિક્ષકોએ કહ્યું હતું કે, તે આજે સવારથી જ શાળામાં આવી નથી. પુત્રે પરિવારને જાણ કરી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સ્કૂલની આસપાસના વિસ્તાર તેમજ કાલુપુર રેલવે સ્ટેશન સુધી કિશોરીની કોઇ માહિતી ન મળતા પરિવારે આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી અરજદાર પિતાની કોર્ટમાં રજૂઆત હતી કે , ફરિયાદ કરી હોવાને લગભગ 2 મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે પોલીસ હજી સુધી આ છોકરી સુધી પહોંચી શકી નથી. તે કેવી પરિસ્થિતિમાં હશે તેની કાંઇ ખબર નથી અત્યારે તેનો જીવ જોખમમાં છે.
ેથી પિતા દ્વારા હેબિયસ કોર્પસની અરજી દ્વારા દાદ માગવામાં આવી છે. જેમા હાઇકોર્ટ પોલીસની કામગીરી પર નારાજગી દર્શાવી હતી.