જામનગરના કુંવર અને ભારતના પ્રથમ ચીફ ઑફ આર્મી જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજાની 124 મી જન્મજંયતિ નિમીતે પુષ્પાંજલિ અર્પણ
- માજી સૈનિક મંડળ દ્વારા લાલબંગલા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા
- રાજપૂત સમાજની વિવિધ પાંખ દ્વારા ફૂલહાર કરી શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ જૂન ૨૩ જામનગર : દેશના પ્રથમ જનરલ ઓફિસર કમાંન્ડીગ ઇન ચીફ રાજેન્દ્રસિંહજી જાડેજાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા મહારાજની પ્રતિમાને હારતોરા કરી માજી સૈનિકના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ સલામી આપી હતી.
જનરલ રાજેન્દ્રસિંહજીએ આર્મીમાં દ્વિતીય કમાન્ડર એન્ડ ચીફ તરીકે સેવા આપી હતી.વર્ષ 1995 ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી તેવો નિવૃત્ત થયા હતા. જનરલ જાડેજા 1921માં બ્રિટીશ ભારતીય આર્મીની રોયલ રાઇફલસમાં કમિસન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા.
ત્યારબાદ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ઉત્તર આફ્રિકામાં પલટન સાથે ફરજ નીભાવી હતી, હિમ્મતવાન નીડર અને એક આક્રમક લીડર તરીકેની ભૂમિકા નીભાવનાર રાજેન્દ્રસિંહે અમેરિકન આર્મીમાં પણ ફરજ બજાવી હતી વર્ષ 1899 માં 15 મી જૂને તેઓએ જામનગરના રાજવી પરીવારમાં જન્મ લીધો હતો. જામનગરમાં રંગચંગે આજે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.