GSDMA ગાંધીનગર દ્વારા જામનગર ખાતે હેમ રેડીયો ટીમ ફાળવાઈ
- કુદરતી આપદામાં જ્યારે તમામ પ્રકારના સંદેશા માધ્યમો ખોરવાય છે ત્યારે કામ આવે છે હેમ રેડિયો સિસ્ટમ
- સુરજ કોટેચા, ઘનશ્યામસિંહ પરમાર, સુરેશ કુંબલે, કૌશિક જોગીદાસ, નીતીશ મહેતા, મયુરધ્વજસિંહ પરમાર સહિતની ટીમ સ્ટેન્ડબાય
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ જૂન ૨૩ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાને ફાળવવામાં આવી છે.
વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ જાય છે તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર સુરજ કોટેચા, ઘનશ્યામસિંહ પરમાર, સુરેશ કુંબલે, કૌશિક જોગીદાસ, નીતીશ મહેતા, મયુરધ્વજસિંહ પરમાર સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ કલેક્ટર કચેરી જામનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
હેમ રેડિયો એટલે શું? અને તે કઈ રીતે કામ કરે છેહેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે. ઉલ્લેખનીય છે કે હાલ જામનગર પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની બની રહેશે