જામનગર લંધાવાડના ”ઓરંગઝેબ”ને નકલી પોલિસનો ભેટો : તોડ થતા બચી ગયો

0
3243

જામનગરમાં ‘એસ.ઓ.જી’ના નકલી પોલીસના નામે ‘તોડ’ કરવાનો વધુ એક પ્રયાસની ફરિયાદ

  • ટ્રાવેલ્સ એજન્ટ પાસે દિલ્હીની ટિકિટોનું બુકિંગ કરાવ્યા પછી પોતાના ખાતામાં દોઢ લાખ જમા કરાવવા માટે કારસો રચ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ મે. ૨૩: જામનગરમાં રણજીત રોડ પર રહેતા અને ટ્રાવેલ એજન્ટ તરીકે નો વ્યવસાય કરતા ઔરંગઝેબ બસીર ભાઈ એરંડિયા નામના યુવાને પોતાની સાથે મહેશ જાડેજા નામના એસ.ઓ.જી. ના પોલીસ કર્મચારીની ઓળખ આપનાર 7984735858 નંબરના મોબાઈલ વપરાશકર્તા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત આરોપીએ પોતે એસ.ઓ.જી. માં નોકરી કરે છે તેવી ઓળખ આપ્યા પછી ફરીયાદી પાસે મોબાઈલ ફોન મારફતે રાજકોટ થી દિલ્હીની ફ્લાઈટની ટિકિટોનું બુકિંગ કરી આપવા જણાવ્યું હતું. જેથી તેનું બુકિંગ કર્યા પછી તેની 1,35,000 ની રકમ ફરિયાદી દ્વારા માંગણી કરવામાં આવી હતી.

દરમિયાન ચીટીંગ કરનાર શખ્સે પોતાના ખાતા નંબર અને બારકોડેડ નંબર આપીને જણાવ્યું હતું કે તમે મારા ખાતામાં દોઢ લાખ ટ્રાન્સફર કરી આપો, ત્યારબાદ હું તમને તે રકમ અને ટીકીટ ની રકમ જમાં કરાવી આપીશ, તેમ જણાવી છેતરપિંડી નો પ્રયાસ કર્યો હતો. પરંતુ એજન્ટ સમજી ગયા હતા અને તેઓએ દોઢ લાખની રકમ જવા કરાવી ન હતી, અને સિટી એ. ડિવિઝન પોલીસમાં આ મામલે નકલી પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી, અને તેની મોબાઈલ નંબરના આધારે શોધખોળ શરૂ કરાઇ છે.