જામ્યુકોની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી ‘ટીમ કોંગ્રેસ’
- શહેર કોંગ્રેસ પ્રમુખ, જામ્યુકો વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કેનાલોનું જાત નિરીક્ષણ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૭ મે ૨૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતી પ્રિ-મોન્સૂન કામગીરી અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા જાત નિરીક્ષણ કરી કેનાલોમાં સફાઈના અભાવ હોવાનું જણાવી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી હતી. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર અલ્તાફ ખફી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, આનંદ રાઠોડ સહિતના કોંગે્રસી કોર્પોરેટરો વોર્ડનં.12,13,16 ને જોડતી કેનાલોનું જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. આ કેનાલોમાં પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ન હોવાનું જણાવી રોષ વ્યકત કર્યો હતો.
શહેરમાં ગઈકાલે તા.26.05.2023 ના દિવસે કમિશ્નર ડી. એન. મોદી દ્વારા દરેડ ફીડીંગ કેનાલ, દિ. પ્લોટ 49 કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલ થી સોનલ નગર, રામેશ્વનગર કેનાલ, કેવડી નદી, ભીમવાસ કેનાલ, ખોડીયાર કોલોની કેનાલ, સત્યમ કોલોની વિગેરે વરસાદી પાણી નિકાલની કેનાલોની પૂર્ણ થયેલી કામગીરી તથા ચાલુ કામગીરીનું જાત નિરીક્ષાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાકી રહેતી કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જે તે વિભાગના અધિકારીને તાકીદ કરવામાં આવી હતી.