જામ ખીરસરા ગામના મહિલા તલાટી મંત્રી 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા

0
1809

જામ ખીરસરા ગામના મહિલા તલાટીકમ મંત્રી રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપાયા

  • તલાટી વતી પૈસા લેનાર વચેટીયા દુકાનદારની ધરપકડ:
  • ગામ નમુના નંબર-૨ કઢાવવા માટે યુવાન પાસે લાંચ ની માંગણી કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 22 મે 23 દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે પ્લોટ ધરાવતા યુવાનને ગામ નમુના નંબર બે કઢાવવા માટે તલાટી મંત્રીને અરજી આપી હતી જે કાઢવા માટે તલાટી મંત્રીએ રૂ.બે લાખની માંગણી કરી હતી જે રકઝક બાદ 1.25 લાખમાં નક્કી થતા યુવાને ACB માં ફરિયાદ કરતાં તલાટી વતી રૂપિયા સ્વીરકાર નાર દુકાનદાર અને તલાટી બને ઝડપાઇ ગયા હતા

પોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીના પિતાને સને 1979 ની સાલમાંગ્રામ પંચાયત તરફથી ખીરસરા ગામમાં પ્લોટ નંબર 29 ફાળવેલ હોય, અને તેની સનદ પણ ફરિયાદી પાસે હોય આ પ્લોટનો નમુના નંબર બે કઢાવવાનો હોય ફરિયાદીએ તલાટી મંત્રીને અરજી આપેલ હતી

તલાટી કમ મંત્રીએ બે નંબર કઢાવવા માટે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી બાદ અંતે 1.25 લાખમાં આપવાનું નક્કી થયેલ હોય આથી ફરીયાદીએ દ્વારકા ACBનો સર્પક કરી ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે ACBએ લાંચ નું છટકું ગોઠવ્યું હતુ છટકામાં તલાટી વતી પૈસા લેવા રાવલ ગામે જયસુખ ઉર્ફે જલોઅરજણ પી૫રોતરની દુકાને આપવા નક્કી કરેલ અને વાયદા મુજબ 1.25 લાખ આપવા જતા જયસુખ ઉર્ફે જલો સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને તલાટી હર્ષાબેન આલાભાઈ કારેણા તેના રહેણાંક મકાનેથી મળી આવતા દ્વારકા ACBએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.