જામનગર જિલ્લા RSS દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજાયો

0
895

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર જિલ્લા દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગ ની મુલાકાત કાર્યક્ર્મ યોજાયો.

  • સૌરાષ્ટ્ર કચ્છના ૨૫૦ થી વધુ સ્વંયસેવકો અભ્યાસવર્ગમાં જોડાયા,૨૦ દિવસ ચાલશે કેમ્પ.
  • ધ્રોલ આજુબાજુના પરિવારો પણ ભોજન વ્યવસ્થામાં મદદરૂપ થઇ અભ્યાસવર્ગમાં પરોક્ષ સામેલ થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ મે ૨૩: જામનગર: નારદ જયંતિ ના સંદેશ રૂપ આદિ પત્રકાર એવા નારદજી ના જીવન અને સંદેશ વ્યવહાર માં આદિકાળ થી તેમની ભૂમિકા અને તેમના દ્વારા સ્થાપિત આદર્શો ના પુનઃ સ્મરણ કરવા માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પત્રકાર મિલન યોજાયું. આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ના વિવિધ જીલ્લાઓ માથી મહાવિદ્યાલય અને વ્યવસાયી સ્વયંસેવકો સંઘ ના પ્રથમ વર્ષ ના 20 દિવસીય અભ્યાસ વર્ગ ની તપ સાધના માં જોડાયા તેનું પ્રત્યક્ષ દર્શન કરવાં માટે પત્રકાર બંધુઓ ને આમંત્રીત કરાયા હતા.

દેવેન્દ્રભાઈ દવે કે જેઓ આ વર્ગ ના કાર્યવાહ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સહ કાર્યવાહની જવાબદારી સંભાળે છે તથા ચંદ્રકાંતભાઈ ઘેટિયા જેઓ સૌરાષ્ટ્ર પ્રાંત ના સહ બૌદ્ધિક પ્રમુખ ની જવાબદારી સંભાળે છે તેઓ સાથે રહી પત્રકાર બંધુઓ ને વર્ગ ને મેદાન પર અને સ્થાનિક નિવાસ સહિત પ્રબંધન ની મુલાકાત કરવી તથા વર્ગ માં ઉપસ્થિત ૨૫૦ શિક્ષાર્થી, ૨૫ શિક્ષકો તથા ૫૦ પ્રબંધકો ની ઉપસ્થિતિ વ્યવસ્થા, દિનચર્યા કેવી રીતે યોજાય છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ વર્ગ ની વ્યવસ્થા માટે ધ્રોલ ગામ અને આસપાસ ના ગામ ના પરિવારો દ્વારા રોજ રોજ રોટલી ભાખરી બનાવી ને વર્ગ માટે યથાશક્તિ સહયોગ આપી રહ્યા છે. ૨૧ તારીખ ના રોજ માતૃ ભોજન નું આયોજન છે જેમાં ધ્રોલ અને જામનગર ના પરિવારો ઘરે થી ભોજન લઈ જશે અને શિક્ષાર્થીઓ સાથે બેસી પરિવાર ભોજન કરશે.

આ વર્ગ માં શારીરિક , બૌદ્ધિક અભ્યાસ, યોગ , સમાજ સેવા, સંસ્કૃત, સ્વદેશી તથા વિવિધ લોક ઉપયોગી વિષયો માટે ના પ્રબોધન થતા પ્રાયોગિક અભ્યાસ ની વ્યવસ્થા હોય છે. દરેક શીક્ષાર્થી, શિક્ષક તથા પ્રબંધક સ્વ ખર્ચે , નિશ્ચિત શુલ્ક આપી ને વર્ગ માં ભાગ લે છે. સંઘ વર્ગ માં કોણ અપેક્ષિત હોય છે અને આવા વર્ગો ક્યારે થાય છે એ પૂરી માહિતી વર્ગ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ સાથે સમાજ ને વર્ગ ના સમાપનના દિવસે દિનાંક ૨૭-૦૫-૨૦૨૩ ના સાંજે ૬-૧૫ કલાકે વર્ગ સ્થાન બી એમ પટેલ હાઈસ્કૂલ, વાંકીયા, ધ્રોલ ખાતે પધારી ને સ્વયંસેવકો આ ર૦ દિવસ માં શું પ્રશિક્ષણ મેળવ્યું છે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ જોવા માટે આમંત્રિત કરેલ છે. સંઘ શિક્ષા વર્ગની મુલાકાતે જામનગર , ધ્રોલ, ખંભાળિયા સહિત ના સ્થાનો પરથી પત્રકાર બંધુઓ, જામનગર નગર અને જિલ્લા ના પ્રચાર પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.