કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ૧ પકડાયો : ૨ ફરાર
- LCBના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાલાવડ ગ્રામ્યના પોલીસ સ્ટાફને અંગત બાતમી મળી હતી
- મધ્યપ્રદેશનો તસ્કર ચાંદી બજારમાં ઘરેણાં વેચલા આવ્યો ત્યારે પોલીસે દબોચી લીધો : ૧.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
દેશ દેવી ન્યુઝ જામનગર તાં. ૧૧ મે ૨૩ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના બેડીયા ગામમાં લગભગ એકાદ માસ પહેલા થયેલી રૂપિયા પોણા આઠ લાખ ની રોક્ડ અને ઘરેણા ની ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલવા મા પોલીસ ને સફળતા સાપડી છે. એક આરોપી ને ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા ૧,૯૪,૫૦૦ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જયારે અન્ય ત્રણ આરોપીઓ ને ફરારી જાહેર કરી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેતા ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા ના મકાન માં ગત તારીખ ૧૪ એપ્રિલના રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાન માંથી સોના ચાંદી ના ઘરેણા તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૭ લાખ ૭૬ હજાર ની કિંમત ની માલમત્તા ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સૂચનાથી એલસીબી તથા ગ્રામ્ય કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટાફ તપાસ લાગ્યો હતો. જેમાં આજે પોલીસને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે આ ચોરી કરનાર એક શખસ ચોરાઉ ઘરેણા વેચવા માટે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી મળતા વોંચ ગોઠવી ને ચાંદીબજાર માંથી મૂળ મધ્યપ્રદેશના મુકેશ છગન આલવાને ઝડપી પાડ્યો હતો.તેના કબજામાંથી ચોરાઉ મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં ચોરીના આ બનાવ માં અન્ય ત્રણ શખ્સો જેમાં સૂકારાયસંગ મકવાણા, ભુરા મકવાણા અને એક શખ્સ પણ સામેલ હતા. જેઓચોરીનાં બાકી મુદ્દામાલ સાથે નાસી ગયા હોય પોલીસે તેની ફરારી જાહેર કરી તેની શોધખોળ આદરી છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ PSI આર.કે કરમટા તથા PSI એસ.પી.ગોહિલ PSI પી.એન.મોરી તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI એચ.વી પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી.જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો વિગેરે દ્વારા કરવામા આવેલ છે