જામનગરમાં કોલેજીયન યુવાન પર હુમલો કરનારા 8 શખ્સો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો

0
7715

જામનગરમાં કોલેજીયન યુવાન પર હુમલો કરનારા 8 શખ્સો સામે ગુનો નોંધાયો

  • કોલેજીયન યુવાનને માર મારવા અંગેનો વિડીયો વાયરલ થયા પછી પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો: આરોપીઓની શોધખોળ
  • હુમલાખોર ટોળકી અવાર-નવાર કોલેજ વિસ્તારમાં લુખ્ખાગીરી કરતા હોવાની અનેક ફરીયાદો ઉઠી છે.
  • ભોગ બનનાર યુવાને પરિવારને જાણ કરતા મોટી સંખ્યામાં પરીવારજનો દોડી આવ્યા હતા : સદ્દનસીબે હુમલાખોર ભાગી છૂટતા મોટી ”તકરાર’ સહજમાં ટળી હતી.

દેશ દેવી ન્યુઝ તા.૨૭ એપ્રિલ ૨૩ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજના દ્વારા કોલેજીયન યુવાન પર હુમલો કરવા અંગે નો વિડીયો વાયરલ થયો હતો, જેના અનુસંધાને સીટી બી. ડિવિઝન પોલીસે કોલેજીયન યુવાનની ફરિયાદના આધારે આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે જામનગરમાં ગાંધીનગર નજીક મોમાઈનગર શેરી નંબર -૨ માં રહેતો અને પટેલ કોલોની આવેલી એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો અજયસિંહ દિલીપસિંહ જાડેજા કે જે યુવાન પર આજથી બે દિવસ પહેલાં કોલેજના દ્વારે હુમલો કરાયો હતો, અને આઠેક જેટલા શખ્સોએ આવી ને તું કોલેજમાં બહુ પેતરા કરે છે. તેમ કહી તકરાર કરી હતી, અને કોલેજ યુવાનને મારકુટ કરી હતી. ધવાયેલ યુવાને પરીવારને જાણ કરતા મોટી સંખ્યામાં પરિવારજનો તેમજ યુવાનો દોડી ગયા હતા સદનશીબે હુમલાખોર ભાગી છુટ્યા હતા નહીતર બહુ મોટી ઘટના ઘટી જાત, યુવાન પર હુમલાનો સમગ્ર બનાવ CCTV કેમેરામાં કેદ થયો હતો.

જે વિડીયો સમગ્ર શહેર ભરમાં વાયરલ થયા પછી પોલીસે તપાસમાં ઝુકાવ્યું હતું, અને કોલેજીયન યુવાન અજયસિંહ દિલીપસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી સાવન ચાવડા, સાહિલ તથા તેના અન્ય છ સાગરીતે સામે ગુનાઓ નોંધવામાં આવ્યો છે.

સીટી બી. ડિવિઝનના મહિલા PSI સોનલબેન સામાણીએ તમામ આરોપીઓ સામે આઇપીસી – ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) તેમજ રાથોટીંગ અંગેની કલમ મુજબ ગુનો નોંધ્યો છે અને તમામ ની શોધખોળ હાથ ધરી છે.