જામનગરમાં દલીત યુવાનનો મોબાઈલ- ચાવી જૂંટવી કર્યો અપમાનીત : જુવો VIDEO

0
8335

જામનગરના દલીત યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો STના સિક્યોરીટી ઓફિસર. કિશોર રાદડિયા સામે આક્ષેપ

  • ઘરની ધોરાજી : બેડના ટોલ નાકા પાસેનો બનાવ : મોબાઇલ અને કારની ચાવી જુટવી લીધા : દલીત આગેવાનો SP કચેરી દોડી ગયા
  • નામ પુછયા બાદ કિશોર રાદડીયા અપમાન જનક શબ્દો બોલ્યા : વિજય પિંગળ
  • ગાડીની ચાવી અને મોબાઇલ ફોન ‘ન’ જૂટવી તો ચાલક ભાગી જાય : કિશોર શદડીયા ( સિક્યોરીટી ઓફિસર ST વિભાગ)
  • જો ST ના સીક્યોરીટી ઓફિસર કિશોર રાદડીયા વિરુદ્ધ ફરિયાદ નહી નોંધાય ‘તો ગાંધી ચીંધ્યા માર્ગ જવાની ફરજ પડશે : હેમત વાધેલા (એડવોકેટ) – દલીત અગ્રણી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક- તા.૧૭ એપ્રિલ ૨૩ જામનગર જામનગરમાં વધુ એક વખત એક સામાન્ય નાગરિક ઉપર ‘સરકારી બાબુ’ દ્વારા અત્યાચાર ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં એસ.ટી.વિભાગના એક અધિકારીએ દલીત  યુવાન કે જે મહેનત-ઇમાનદારીથી પોતાનું કામ કરી રહ્યો છે તેને કોઇ કારણ વગર માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની રાવ જીલ્લા પોલીસવડાને કરવામાં આવી છે અને આ બનાવની રજૂઆત છેક મુખ્યમંત્રી સુધી પણ કરવામાં આવી છે.અને જો ન્યાય નહી મળે તો કોર્ટમાં ચીમકી ઉચ્ચારતા ભારે ચકચાર મચી છે.

દેશ દેવી ન્યુઝે એસ.ટી વિભાગના  સિક્યોરીટી ઓફિસર કિશોર રાદડીયા સાથેની વાત ચીતમાં રાદડીયાએ જણાવ્યું કે મોબાઇલ કે ગાડીની ચાવી “ન”  જૂંટવી ‘તો ડ્રાઇવર ગાડી લઈને ભાગી જાય, હાલતો  ઇકો ગાડી ચલાવી પેટીયું રડતા દલિત યુવાનની વેદનાભરી ફરિયાદને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે. બીજી બાજુ રાદડીયાના ત્રાસને લઈ ડ્રાઈવરોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.

આ બનાવ અંગેની વધુ જાણવા મળતી વિગત મુજબ, જામનગરના નાગનાથ ગેઇટ નજીક આવેલ મહેશ્ર્વરી વાસમાં રહેતા વિજય રામજીભાઇ પીંગળ નામના 23 વર્ષીય યુવાન ઇકો કાર (જીજે-10 ટીવી-1366) નું ડ્રાઈવીંગ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.13-3-2023ના રોજ વિજયભાઇ રીલાયન્સ સુધી જવાની વર્ધી હોય ત્યારે તેઓ ત્યાં જવા નિકળ્યા હતા ત્યારે તેઓ બપોરના 12-15 કલાક આસપાસ બેડ ટોલનાકા પાસે પહોંચેલ ત્યાં તેઓએ ગાડી ધીમી કરી, અચાનક એક વ્યક્તિ તેમની પાસે આવી પહોંચીને ને તેને પુછેલ કે ‘તારૂ નામ શું છે’ જેથી વિજયભાઇએ તે વ્યક્તિને નામ જણાવેલ, પછી તે વ્યક્તિએ પૂછ્યું કે તમે કેવા છો? તો વિજયભાઇએ જવાબ આપ્યો કે અમે દલિત (વણકર) છીએ. બાદમાં તેઓએ પુછેલ કે ‘ગાડી પેસેન્જરમાં ચલાવશ’ તો વિજયભાઇએ ના પાડેલ અને કહ્યું કે ગાડી ખાલી છે. આ ઉપરાંત વિજયે પૂછેલ કે સાહેબ તમે કોણ છો? તો સામાવાળા વ્યક્તિએ ખરાબ રીતે વ્યવહાર કરીને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા શબ્દો કહીને કહેલ કે ‘તારે કાંઇ પંચાત કરવાની જરૂર નથી, હું તારો એસ.ટી.નો મોટો સાહેબ છું’, બાદમાં ફરી તે વ્યક્તિએ ફરી એ યુવાનને મનફાવે તેવી ગાળો કાઢી અને ઇકો કારમાંથી ચાવી કાઢી લીધેલ, ત્યારે વિજયભાઇએ તે વ્યક્તિને કહેલ કે…લો સાહેબ મારા શેઠ સાથે વાત કરી લો…તો એસ.ટી.વાળા સાહેબે (કિશોર એચ.રાદડીયા) તેનો મોબાઇલ ઝુંટવી લીધો અને ગાડીની ચાવી અને મોબાઇલ તેના સુમો કારની સીટ ઉપર રાખી દીધા.

આ બનાવ વખતે એક પોલીસ કર્મી પણ ત્યાં દૂર ઉભા હતા, અને બાદમાં અડધી કલાક મને ઉભો રાખેલ હતો પછી મને મોબાઇલ પરત આપવાનું કરતા વિજયભાઇએ તે વ્યક્તિને કહેલ કે ‘મારે હવે કાયદેસરની કાર્યવાહી કરવી છે જેથી તેઓએ મોબાઇલ પરત લીધો ન હતો. આ વાત સાંભળીને એસ.ટી.વાળા સાહેબ (કે.એચ.રાદડીયા) અચાનક વધુ ઉશ્કેરાઇ ગયા અને ફરીને વિજયને તેઓે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા શબ્દો અને ગાળો કાઢી અને કહ્યું તારાથી થાય તે કરી લેજે અને બાદમાં ઇકો ગાડી તેઓે સીક્કા પોલીસ સ્ટેશને લઇ ગયેલ અને ત્યાં પોલીસ સાથે વાતચીત કરેલ અને ગાડી સીક્કા પોલીસ સ્ટેશને રાખી દીધેલ અને મેમો આપેલ.

અને આ એસ.ટી.વાળા સાહેબ પાસે તેમનો મોબાઇલ (લુંટેલો) હોય અને વિજયભાઇ એટલા ભણેલા ન હોય પણ બાદમાં મેમોમાં શું લખ્યું છે તે વાંચતા જાણવા મળેલ કે, મેમો આપનાર પોલીસ કે સાહેદ આપનાર પોલીસ ત્યાં હાજર ન હતા અને તેઓને આપેલ મેમોમાં નોંધ પણ છે કે, મોબાઇલ એસ.ટી.ના સાહેબ કે.એચ.રાદડીયા પાસે છે, પરંતુ ખરી હકીકતે અમારો મોબાઇલ એ સાહેબે લુંટી લીધો હતો જેનો મોબાઇલ વીડીયો પણ વિજયભાઇ પાસે છે.

ઉપરોકત્ત વિગતે વિજયભાઇ સાથે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો કાઢી અને મોબાઇલ જુટવી લીધા અંગે યોગ્ય કાર્યવાહી માટે એસ.ટી.ના કે.એચ.રાદડીયા સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી થાય તે માટે જામનગર જીલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરી છે આ ઉપરાંત આ રજૂઆતની નકલ તેઓએ મુખ્યમંત્રી, રાજયપાલ, ગૃહરાજયમંત્રી, ડીવાએસપી એસ.સી.-એસ.ટી. સેલ તેમજ લાંચ રૂશ્વત અધિકારી-જામનગરને પણ કરી છે. જો ન્યાય નહીં  મળેતો  કોર્ટમાં જવાની ફરજ પડશે તેમ પ્રમુખ જિલ્લા દલીત સમાજ કિરીટભાઈ પરમાર તથા પરેશભાઈ વાઘેલા (બિલ્ડર્સ) ની યાદીમાં જણાવ્યું છે.