જામનગરમાં ‘RTE’ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરુ

0
2130

જામનગરમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરુ

  • શૈક્ષણિક વર્ષ 2023-24 અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આગામી તા.22 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.10 એપ્રિલ 23 બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 તેમજ અધિકાર નિયમો-2012 અંતર્ગત નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જે મુજબ, જામનગર શહેરમાં નબળા અને વંચિત જૂથોના બાળકોને 25% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 માં જૂન-2023થી વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

‘રાઈટ ટુ એજ્યુકેશન’ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન વેબ પોર્ટલ http:// rte. orpgujarat. com પર જઈને આગામી તા.22 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ આધાર-પુરાવા સ્પષ્ટ રીતે વાંચી શકાય તે માટે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ વાલીએ સાચવવાની રહેશે.

એક વખત ઓનલાઇન અરજી કર્યા બાદ અન્ય કોઈપણ સ્થળે અરજી જમા કરાવવાની રહેશે નહીં. આ અંગે, વધુ માહિતી મેળવવા માટે http://rte.orpgujarat.com વેબસાઈટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંપર્ક નં.0288-2553321 પર રજાના દિવસો સિવાય કચેરીના સમયગાળા દરમિયાન સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.