જામનગર મેહુલનગર વિસ્તારમાં ધોળે દિવસે મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

0
3196

જામનગરના મેહુલનગર વિસ્તારમાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલ ઝડપ 

  • 30 થી 35 વર્ષની વયના અજ્ઞાત મોટર સાયકલ ચાલક સામે ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગરમાં મેહુલ નગર વિસ્તારમાંથી પગપાળા ચાલીને દૂધ લેવા જઈ રહેલા એક વૃદ્ધ મહિલાના ગળામાંથી ડબલ સવારી બાઇક પર આવેલા એક અજાણ્યા શખ્સે સોનાના ચેન ની ચિલઝડપ કરી ભાગી છુટતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે ચીલઝડપ કરનાર શખ્સ ને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૃંદાવન સોસાયટી શેરી નંબર -2 માં રહેતા પૂનમબેન પ્રવીણભાઈ ચૌહાણ નામના 62 વર્ષ ના વૃદ્ધ મહિલા, કે જેઓ મેહુલ નગર એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર પગપાળા ચાલીને દૂધ લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન એક અજ્ઞાત બાઈક ચાલકે આવીને તેમના ગળામાંથી રૂપિયા 61,000 ની કિંમતના સોનાના ચેઇનની ચિલઝડપ કરી ભાગી છૂટ્યો હતો. પૂનમબેન દ્વારા બુમાબુમ કરવામાં આવી હતી, પરંતુ ગઠિયો ભાગી છૂટવામાં સફળ થયો હોવાથી આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને 30 થી 35 વર્ષની વયના અજ્ઞાત મોટરસાયકલ ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરા ની મદદથી આરોપીને શોધવામાં આવી રહ્યો છે.