જામનગરના – દેવભૂમિ દ્વારકાના ક્લેક્ટરની બદલી: જુવો કોન ક્યા મુકાયા

0
2388

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો: આઇએએસ અધિકારીની બદલીનો મોટો ઘાણવો, એક ઝાટકે 109ના ટ્રાન્સફર, 10ને પ્રમોશન

  • જામનગરના ડો.સૌરભ પારઘીની બદલી, નવા કલેકટર તરીકે બી.એ.શાહ
  • જામનગરના ડીડીઓ મીહીર પટેલની બદલી, નવા ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજ
  • દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યાની બદલી, નવા કલેકટર તરીકે એ.એમ.શર્મા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૩૧ માર્ચ ૨૩ ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.

મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.

જામનગર જીલ્લાના ના ડો.સૌરભ પારઘીની બદલી કરવામાં આવી તેઓના સ્થાને નવા કલેકટર તરીકે બી.એ.શાહની નિમણુંક કરાઇ છે. જયારે જામનગરના ડીડીઓ મીહીર પટેલની બદલી થઇ છે. નવા ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજની જામનગર બદલી કરાઇ છે. દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યાની બદલી થતા નવા કલેકટર તરીકે એ.એમ.શર્મા ચાર્જ સંભાળશે.

રાજ્યના 109 આઇએએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની યુજીવીસીએલના એમ.ડી. તરીકે બદલી કરાઈ છે. રાજકોટ પીજીવીસીએલ ના નવા એમ.ડી. તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર બન્યા છે. એ.કે.રાકેશ એસીએસ કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ છે. મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તરીકે વધારાનો ચાર્જ સંભાળશે અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે.