જામનગર જીલ્લામાં ડ્રગ્સ વિરૂઘ્ધ ATSની વધુ એક કાર્યવાહી: જોડીયા-સચાણાના 2 શખ્સોની ધરપકડ કરી

0
2811

જામનગર જીલ્લામાં ડ્રગ્સ વિરૂઘ્ધ ATSની વધુ એક કાર્યવાહી

  • જખૌમાંથી પકડાયેલા કરોડોના માદક પદાર્થ પૈકી 15 કિલો જથ્થો સચાણામાં ઉતારાયો હતો, બોટ જપ્ત- બે શખસની ધરપકડ, 3 મોબાઈલ જપ્ત
  • કચ્છના સમગ્ર ડ્રગ્સ પ્રકરણમાં જામનગરના સચાણા બંદરે 15 કીલો ડ્રગ્સ ઉતર્યો હતો.
  • જખૌમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં જામનગરમાં ATS ના ધામા
  • ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં સચાણાનો એક અને જોડીયાના બે શખ્સ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ માર્ચ ૨૩ : જામનગર  કચ્છના જખૌમાંથી કરોડના ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં જામનગરના સચાણા બંદરે 15 કિલો ડ્રગ્સ ઉતર્યું હતું અને મદદગારી કરનાર સચાણા તથા જોડિયાના 3 શખ્સોની અમદાવાદ એટીએસે ધરપકડ કરી છે. ગઈકાલે એટીએસની ટીમ બે આરોપીઓને જામનગર લાવીને સચાણામાં એક બોટ અને આરોપીઓના 3 મોબાઈલ ફોન જપ્ત કરીને ટીમ અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે. કચ્છના જખૌમાંથી પાંચેક માસ પહેલા પકડાયેલા કરોડોના ડ્રગ્સમાં 15 કિલો સચાણા બંદરે ઉતર્યું હોવાનું ખૂલ્યું હતું. અને જેમાં જોડિયાના સુલતાન હબીબ લોધડાનું નામ સામે આવતાં અમદાવાદ એટીએસે ત્રણ માસ પહેલા તેની ધરપકડ કર હતી.

જે બાદ તેની મદદગારી કરનાર વધુ શખ્સોના નામ ખૂલતાં અમદાવાદની એટીએસની ટીમે ત્રણ દિવસ પહેલા 8 શખ્સોને પકડીને 6 શખ્સોએ અમદાવાદ પૂછપરછ માટે લઈ ગઈ હતી. જેમાં 4 શખ્સોને જવા દઈને સચાણાના જાકુ દાઉ બુચડ અને જોડિયાના અબ્દુલ ઉર્ફે બશીર અબ્બાસ ગંઢાની ધરપકડ કરી હતી. આજે અમદાવાદ એટીએસના પીઆઈ બી.બી. બસીયા બંને શખ્સોને જામનગર લાવી હતી અને જામનગર એસઓજીના પીઆઈ ચૌધરી તેમજ સ્ટાફના રાયદેભાઈ ગાગીયા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ સહિતનો સ્ટાફ સાથે જોડાયો હતો અને સચાણા બંદરે એક બોટ અને બંને આરોપીઓના 3 મોબાઈલ ફોન જપ્ત કરીને એટીએસની ટીમ અમદાવાદ પરત પહોંચી ગઈ છે.