જામનગરમાં ૧૮ વર્ષીય યુવતિ એક-એક ગુમ :પોલીસ તપાસ શરૂ

0
4517

જામનગર ધરારનગરમાં રહેતી પરપ્રાંતિય યુવતિ બની લાપત્તા 

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૨૭ માર્ચ ૨૩ જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતી તારિણી વિષ્ણુભાઈ શાહુ નામની 18 વર્ષ ની પરપ્રાંતિય યુવતી પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ ગઈ હતી, અને તેના પરિવારજનો શોધી રહ્યા હતા.

પરંતુ તેણીનો ક્યાંય પતો નહીં લાગતાં આખરે યુવતી ના પિતા દ્વારા જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક સાધવામાં આવ્યો છે, અને ગુમનોંધ કરાવાઈ છે. મૂળ છત્તીસગઢના વતની અને હાલ જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા વિષ્ણુભાઈ સાહુ એ પોતાની 18 વર્ષીય પુત્રી ગુમ થઈ ગઈ હોવાથી સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ કરાવી છે, જે નવ ધોરણ સુધી ભણેલી છે, અને હિન્દી ભાષા બોલે છે. તેમજ ગુજરાતી ભાષા સમજી શકે છે. સિટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહ ઝાલા વધુ તપાસ ચલાવે છે.