જામનગર જિલ્લા કોંગ્રેસના પાંચ હોદ્દેદારો સસ્પેન્ડ કરાયા

0
2168

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ જામનગર જિલ્લાના કોંગ્રેસના પાંચ હોદ્દેદારો સસ્પેન્ડ કરાયા

  • તમામને ૬ વર્ષ માટે પક્ષમાંથી દૂર કરાયા : રાજકીય ખળભળાટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ ફેબ્રુઆરી ૨૩ જામનગર જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારો, કે જેઓએ પક્ષવિરોધી કામ કરી અન્ય પક્ષનું કામ સંભાળતા હોવાનું ધ્યાનમાં આવતાં કોંગ્રેસ પાટીએ તમામ પાંચેય હોદ્દેદારોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં જામનગર જિલ્લા કોંગ્રસના કેટલાક જવાબદાર આગેવાનો કોંગ્રેસ પાટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી વિજેતા થયેલ હોય અને કોંગ્રેસ પક્ષે હોદા આપ્યા હોવા છતાં વિધાનસભા ની ચૂંટણી માં પોતાના અંગત ફાયદા માટે બીજી પાટીનું કામ કરી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને હરાવવા કામ લાગ્યા હોવાનું કોંગ્રેસના ગુજરાત રાજ્યના હોદ્દેદારોને જાણવા મળ્યું હતું.

જેથી આવા હોદેદારો ને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહીની મળેલ મીટિંગમાં જામનગર જિલ્લા ના લઘુમતી સેલના પ્રમુખ ઈકબાલભાઈ સુમરા, સિક્કા નગરપાલિકા પ્રમુખ જૂસુબ જાકુ બરોયા, કારોબારી સમિતી ના ચે૨મેન અબ્દુલ કાદર બાપુ, સભ્ય વલીમામદ સિદીક મલેક, અને હેમંતસિંહ જેઠવા વિગેરે ને કોંગ્રેસ પક્ષે ૬ વર્ષ માટે પાટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. જેને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો.