લ્યો બોલો..જામનગરમાં ”તસ્કરરાજ” પેટ્રોલપંપે પાર્ક કરેલ ટ્રક ચોરી ગયા

0
2219

જામનગર મોરકંડાના પાટીયે આવેલ પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાંથી ટ્રકની ચોરી : અજાણ્યા તસ્કર સામે ફરિયાદ

  • સીસીટીવી કેમેરાની મદદથી શખ્સોની શોધખોળ હાથ ધરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૩ ફેબ્રુઆરી ૨૩ જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા રૂા.9.50 લાખની કિંમતનો આઈસર ટ્રક અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

લાલપુર તાલુકાના મોટી વેરાવળના વતની અને જામનગરમાં રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં અને શિવ રોડવેઝ ટ્રાન્સપોર્ટ ચલાવતા વિજયભાઈ ચંદુલાલ બોડા નામના યુવાનની માલિકીનો રૂા.9,50,000 ની કિંમતનો એચઆર-68-બી-4601 નંબરનો આઈસર ટ્રક અજાણ્યા તસ્કરો ગત તા.18 ના સાંજથી 19 ના સવાર સુધીના સમય દરમિયાન મોરકંડાના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકની ચોરી કરી ગયા હતાં. આ અંગેની ટ્રાન્સપોર્ટર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફના ધમભા ઝાલા, મહાવીરર્સિંહ જાડેજા, નિર્મળર્સિંહ જાડેજાએ વિજયભાઈના નિવેદનના આધારે ટ્રક ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.