જામનગરમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું : સંચાલકની ધરપકડ

0
2837

જામનગરમાં સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા કૂટણખાના પર એલસીબીની તવાઇ: સંચાલકની ધરપકડ

  • સ્પા સંચાલક બીજા રાજ્યમાંથી મહિલાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ : જામનગરના જોલી બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા એન્ડ સલુનની આડમાં મસાજના બહાને ચાલતાં ફૂટણખાનાનો પર્દાફાશ કરી માલિકને ઝડપી પાડી જામનગર એલસીબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ-6, જોલી બંગલા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પાના નામે છેલ્લા ઘણાં સમયથી મસાજની આડમાં રાજ્ય બહારની મહિલાઓ બોલાવી કૂટણખાનું ચાલતું હોવાની બાતમી એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને દોલતસિહ જાડેજાને મળતા હકીકતના આધારે દરોડો કરી વડોદરામાં માંજલપુર સાંઈનાથ સોસાયટીમાં રહેતો અમીત કમલેશભાઈ રામીમાલી નામના સંચાલકને ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચાલે છે ત્યારે પોલીસ અવારનવાર દરોડાઓ કરી કૂટણખાનાનો પર્દાફાશ કરતી હોય છે, પણ સ્પામાં રૂટીંગ ચેકીંગ કરવું ફરજીયાત છે હજુ જામનગરમાં ઘણાં એવા સ્પા છે જ્યાં ચેકીંગની જરુર છે. આ કાર્યવાહી પીઆઈ જે. વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહીલ, પંચ-બીના પીએસઆઈ પી.એન. મોરી તથા સ્ટાફના ધમભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.