જામનગરમાં પરોઠાની રેકડી ચલાવતો યુવાન જમીનના નામે છેતરાયો
- ખીમલીયાના ખેડુતે વેચાણ કરાર કરી આપી મુદ્ત પહેલા જમીન બીજાને વેંચી મારતા મામલો પોલીસ મથકે
- આરોપી :- વિરજીભાઈ રામજીભાઈ કટેશીયા સતવારા રહે. ખીમલીયા ગામ તા.જી.જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ જામનગર સટ્ટાબજારમાં પરોઠાની રેકડી ચલાવતા કુંભાર યુવાનને ખીમરાણા ગામનો ખેડૂતે વેંચાણ કરારની તારીખ પેલા બીજાને બારોબાર દસ્તાવેજ કરી છેતરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યા કુભાર યુવાને ખીમરાણા ગામના વિરજીભાઈ રામજીભાઈ કટેશીયા વિરૂદ્ધ વિશ્વાસધાત, છેતરપીંડી સબબની ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી હકીક્ત મુજબ જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતા અને સટ્ટા બજાર વિસ્તારમાં પરોઠાની રેકડી ચલાવતા શૈલેશ નડીયાપરા નામના કુંભાર યુવાને ખીમલીયા ગામ રેવન્યુ સર્વે નંબર-૨૬ પૈકી ૪ જુના સર્વે નંબર-૧૫૪ પૈકી ૧ પાદરડુ તરીકે ઓળખાતી ખેતીની જમીન જેનુ ક્ષેત્રફળ ૦-૭૭-૯૯ હે.આરે.ચો.મીટર ની ૫ વીધા જમીન આવેલ હોય જે જમીનનો સોદો વિરજીભાઈ રામજીભાઈ કટેશીયા સાથે રૂપીયા ૧૨ લાખમા કરી અને તા.૧૨/૦૭/૨૦૨૨ ના રોજ રજીસ્ટાર કચેરીમા રજીસ્ટર કરાર કરી આપેલ અને છ માસમા જમીન સોદાની બાકી રકમ ચુકતે આપી ફરીયાદીને રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાની લેખીત બાહેધરી આપેલ અને આ દરમ્યાન આરોપીએ ફરીયાદીની જાણ બહાર મુદત પહેલા તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ અન્ય વ્યકિતને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપી ફરીયાદી સાહેદ આરોપીના ગામે જતા આરોપીએ તેઓને ફરીપાછા અહી આવશો તો જીવતા જશો નહી તેવી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદીને આરોપીએ લીધેલ રકમ પરત ન આપી તથા દસ્તાવેજ નહી કરી આપી તેઓ સાથે વિશ્વાસધાત છેતરપીંડી આચરી હતી
આથી શૈલેશ નડિયાપરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ-૪૦૬,૪૨૦,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પંચ-બીના PSI એમ.એ મોરી ચલાવી રહ્યા છે.