જામનગરમાં પોલીસમેનને ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી

0
5425

જામનગરના શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસમેનની ફ૨જમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકીથી ભારે ચકચાર : વાધેરવાડાના બે શખ્સો સામે રાવ

  • આરોપી : (૧) કાસમભાઇ ઉર્ફે કાસીમ સાજીદભાઇ મહુર ઉ.વ.૨૩ (૨) ફૈઝલ સલીમભાઇ ભગાડ રહે.વાઘેરવાડો જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ જાન્યુઆરી ૨૩ જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નવીનદાન ગઢવી નામના પોલીસમેન ગઇકાલે બપારે એક વાગ્યાના અરસામાં સુભાષ માર્કેટ પાસે ટ્રાફિક ફરજ હતા ત્યારે વાધેરવાડા વિસ્તારમાં રહેતો કાસમભાઇ ઉર્ફે કાસીમ સાજીદભાઇ મહુર તથા ફૈઝલ સલીમભાઇ ભગાડ નામનો વાધેર શખ્સ દંડ ભરવા બાબતે પોલીસમેન સાથે માથાકુટ કરી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ ચોપડે થી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકમેન અને બ્રિગેડ ફરજ પરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે વાધેરવાડાના શખ્સને દંડ ભરવાની પાવતી આપી હતી જેને લઈ વાધેર શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેવી ગાળો બોલી પોલીસમેન તથા સાથે રહેલ બ્રિગેડ ઉપર હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા લોકોના ટોળા એકઠા થયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં ટ્રાફિક પોલીસમેને વાધેરવાડાના બંને શખ્સો વિરૂદ્ધ ફરજ રૂકાવટજાનથી મારી નાખવાની ધમકી સબબની ફરિયાદ નોંધાવતા ભારે ખડભળાટ મચી જવા પામ્યો હતો.

આથી સીટી એ ડિવિઝન પોલીસે IPC કલમ-૩૩૨, ૩૫૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૮૬, ૧૮૯,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ ASI ડી.એસ પાંડોર ચલાવી રહ્યા છે.