પ્રધાનમંત્રી મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિષે સોશ્યલ મિડિયામાં ગેરશબ્દો વાપરનારો સિકકાનો શખ્સ પકડાયો

0
4132

પ્રધાનમંત્રી મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિષે સોશ્યલ મિડિયામાં ગેરશબ્દો વાપરનારો સિકકાનો શખ્સ પકડાયો

  • એસ.ઓ.જી. શાખાની ટુકડીએ આરોપીને બે દિવસના રિમાન્ડ પર લીધો: બે મોબાઈલ ફોન કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. જાન્યુઆરી ૨૨ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા અંગે ફેસબુક માં ગેર શબ્દનો ઉપયોગ કરી સુલેહ શાંતિ નો ભંગ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયા માં વાયરલ કરનાર સિક્કા ગામ ના શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈ છે.એસ.ઓ.જી.ની ટીમે તેની ધરપકડ કરી લઇ બે દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે તેના બે મોબાઈલ ફોન કબજે કરી લેવાયા છે.

જામનગર તાલુકા ના સિક્કા પોલીસ સ્ટેશન માં ગત 31.12.2020 ના રાત્રીના સમયે સિક્કાના જ એક શખ્સ સામે IPC કલમ-120(બી), 153(ક), 292(ર) (ક), 294(બ), 295(ક), 298, 469, 500, 501, 504, 505(ર) તથા આઇ.ટી એકટ સને 2000 ની કલમ 67 મુજબ નો ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એસ.ઓ. જી. ના પોલીસ ઈન્સેકટર બી.એન.ચૌધરી ને સોંપાઈ છે.

આ ગુના ના આરોપી અફજલ કાસમભાઈ લાખાણી (ઉ.વ.40) -ધંધો શેરબજાર નો રહે.પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે, હુશેનભાઈ સુંભાણીયાના મકાનમાં, સિકકા ગામ, તા.જી. જામનગર (મુળ રહે જમના કુંડ ચોક, ભાવનગર ) વાળાએ પોતાના ફેસબુકના પેઇઝ ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના વડાપ્રધાન તથા તેઓના માતૃશ્રી વિરૂધ્ધ ગેરશબ્દોનો ઉલ્લેખ કરી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકી હતી.

આરોપીએ ફેસબુક એપ માં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખોલેલું હતું. જે એકાઉન્ટ માંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેકો અકાઉન્ટ ખુલેલા છે. જે એકાઉન્ટો મહિલાઓ ના નામે પણ છે. અને આરોપી સોશ્યલ મિડીયા નો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામ થી બનાવેલ આઈ. ડી. માં થી કોમેન્ટ કરે છે. જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે.

સમગ્ર મામલો ધ્યાને આવતાં આરોપી અફઝલ લાખાણી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં ગઈકાલે મોડી રાત્રે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેને આજે અદાલત સમક્ષ રજૂ કફ રાયો હતો, અને સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં અદાલત દ્વારા બે દિવસ ના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે SOG ની ટીમ દ્વારા તેના બે મોબાઈલ ફોન કબજે કરી લેવાયા છે, અને સાઈબર ક્રાઇમની ટીમ પણ આ પ્રકરણમાં તપાસમાં જોડાઈ છે, અને એસ.ઓ.જી. ની ટીમ સાથે ઊંડાણપૂર્વકની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.