જામનગરમાં ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ મામલો થાળે

0
1055

જામનગરમાં પોલીસ અને ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ..!

  • ગત મોડી રાત્રે જામનગરની ડેન્ટલ કોલેજમાં બર્થડે ઉજવી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ : આજે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ ઉતર્યા હડતાળ પર .
  • પોલીસવાન કેમ્પસમાં ગઈ ત્યારે વિદ્યાથીઓએ દરવાજા બંધ કરી દેતા મામલો બિચક્યોઃ હાલ મામલો થાળે.
  • રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ નશો કરીને આવ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૮ ડિસેમ્બર ૨૨ જામનગરની ગર્વેમેન્ટ ડેન્ટલ કોલેજમાં ગતરાત્રિએ વિદ્યાર્થીઓ બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ પહોંચેલી પોલીસે વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પણ પોલીસ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ કેમ્પસમાં ગતરાત્રિ એ વિદ્યાર્થીઓ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે ત્યાં જઈ વિદ્યાર્થીઓ સાથે મારામારી અને ગાળાગાળી કરી હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડેન્ટલ કોલેજના કેમ્પસમાં બનેલી આ ઘટના બાદ ચારેક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાત્રિના સમયે જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં પણ હાજર પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

રાત્રિના સમયે પોલીસ કર્મચારીઓ નશો કરીને આવ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પોલીસવાન ગેટમાં અંદર જતા વિદ્યાર્થીઓ ગેટ બંધ કરી દેતા મામલો બિચક્યો હતો જેથી અન્ય પોલિસવાન બોલાવાની ફરજ પડી હતી પરંતુ હાલ ઉચ્ચ ડોક્ટરની મધ્યસ્તિથી મામલો થાળે પડ્યો હતો.

આજે સવારે ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ એકત્ર થઇને હડતાળ ઉપર ઉતર્યા છે અને ઉપરોકત્ત પોલીસકર્મીઓ સામે તાકીદે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. બીજી બાજુ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ઉચ્ચ અધિકારીની દરમિયાનગીરીથી હડતાલ સમેટાઇ ગઇ હતી અને મામલો થાળે પડ્યો હતો.