પાલીતાણાના ધર્મસ્થાનમાં તોડફોડની ઘટનાના જામનગરમાં ઘેરા પડઘા : જુવો VIDEO

0
2219

પાલીતાણાના ધર્મસ્થાનમાં તોડફોડની ઘટનાના જામનગરમાં ઘેરા પડઘા

  • ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરાના આહવાનને લોકોનો સંર્પુણ ટેકો.
  • જામનગરમાં જૈન સમાજમાં રોષ અમુક બજારોમાં અડધા દિવસની હડતાળ.
  • વિશાલ રેલીમાં જૈન સમાજના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં જોડાયા.
  • જૈન સમાજના વેપારીઓ સાથે સોની બજારના તેમજ કંદોઈ સુખડીયા વેપારીઓએ અડદો દિવસ.
  • ધંધા- રોજગાર બંધ રાખ્યા: શહેરમાં ફરી વિશાળ બાઈક રેલી: ડી.કે.વી. કોલેજ સર્કલથી પદયાત્રા કરી કલેકટર કચેરી પહોંચી પાઠવાયું આવેદન.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ ડિસેમ્બર ૨૨ પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર પ્રભુ શ્રી આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહિશાળામાં તોડફોડના બનાવને લઈને સમગ્ર ગુજરાતના જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. જેના અનુસંધાને જામનગરમાં પણ સમસ્ત જૈન સમાજ દ્વારા પણ રોષ પ્રગટ કરાયો છે, અને આજે સવારથી બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી આ3/4ોશભેર બાઇક રેલી કાઢવા સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

જામનગરના ચાંદી બજારમાં જ્યોતિ- વિનોદ જૈન ઉપાશ્રય માં સમસ્ત જૈન સમાજના વિવિધ ફિરકાઓના જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો, દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થા ના હોદ્દેદારો, સોશિયલ ગ્રુપ- મહિલા મંડળ તેમજ જૈન શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ની પરમદીને તાકીદની બેઠક યોજાઇ હતી.

જેમાં પાલિતાણાની ઘટનાના સંદર્ભે રોષ પ્રકટ કરવામાં આવ્યો હતો, અને આ બનાવને વખોડી કાઢવા માટે ભારતના પ્રધાનમંત્રી તેમજ ગૃહ મંત્રી, ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જામનગરના જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ શહેર જિલ્લાના દરેક જૈન સમાજના લોકો પોતાના વેપાર ધંધા બપોરે 12.00 વાગ્યા સુધી બંધ રખાયા હતા

આ ઉપરાંત જૈન શાસન સુરક્ષા યુવા સમિતિના પ્રમુખ નિલેશભાઈ કગથરા તેમજ સેકેટરી ભરતભાઈ વસાની આગેવાનીમાં સ્કૂટર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ- હોદ્દેદારો- જુદી જુદી સંસ્થાના આગેવાનો વગેરે બાઈક સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જામનગરના શેઠજી દેરાસરથી રેલી નો પ્રારંભ થયો હતો, જે ચાંદી બજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ભંગાર બજાર, થઈ પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, ટાઉનહોલ, અંબર સિનેમા, જી.જી. હોસ્પિટલ, ડીકેવી સર્કલ, વિરલબાગ, જોગર્સ પાર્ક થઈ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી, જયાં આવેદન પત્ર સુપ્રત કરી ને પાલીતાણા ની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.જામનગર ની સોની બજાર પણ સજ્જડ બંધ રહી હતી, અને જૈન સમાજ દ્વારા અપાયેલા બંધ ના એલાન ને સમર્થન મળ્યું છે.