ધુતારપુર સેવા સહકારી મંડળીના ૧.૧૪ કરોડ રૂપિયા પિતા પુત્ર “ચાઉ” કરી ગયા
- ધુતારપુર સેવા સહકારી મંડળીના પુર્વ મંત્રી રાજેશભાઇ અમ્રુતલાલ ચાઉ તેમજ પુર્વ સહ મંત્રી જયેશભાઇ રાજેશભાઇ અમ્રુતલાલ ચાઉ નું કારસ્તાન
- ખોટી સહીથી ચેક વટાવી તેમજ રાસાયણીક ખાતરનો સ્ટોક બારોબાર વેંચી મારી એક કરોડ ચૌદ લાખની ઉચાપત કરતા મામલો પોલિસ મથકે
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ડીસેમ્બર ૨૨ જામનગર જિલ્લાના ધુતારપુર ગામમાં રહેતા અને અગાઉ શ્રી ધુતારપુર સેવા સહકારી મંડળીના પુર્વ મંત્રી અને સહમંત્રી પિતા પુત્ર મંડળીના પગારદાર કર્મચારી હોય જેને ચેકમાં ખોટી સહી કરી મંડળીના ૧,૧૩, ૮૧, ૯૫૪/- રૂપિયાનો પોતાની અંગત ઉપયોગ માટે વાપરીને ઉચાપત એગેની ફરીયાદ નોંધાતા નાના એવા ગામમાં ભારે ચકચાર જાગી છે.
પોલીસ પોથીએથી જાણવા મળતી માહિતી મુજબ જામનગરના શ્રી ધુતારપુર સેવા સહકારી મંડળી .ના પુર્વ મંત્રી રાજેશભાઇ અમ્રુતલાલ ચાઉએ તેમજ પુર્વ સહ મંત્રી જયેશભાઇ રાજેશભાઇ અમ્રુતલાલ ચાઉ બન્ને પિતા-પુત્ર હોય અને મંડળીના પગારદાર કર્મચારી હોય જેઓએ એક બીજા સાથે મેલાપીપણુ કરી મંડળીની સિલકના વહેવારોમાં તેમજ મંડળીના બેંક ખાતાના ચેકોમાં ખોટી સહીઓ કરી ચેક વટાવી નાંણા ઉપાડી લઇ તેમજ મંડળીના રાસાયણીક ખાતરના માલ સ્ટોકમાંથી માલ વેંચી જેના રૂપીયા મંડળીમાં જમા નહી કરાવી કુલ રૂપીયા ૧,૧૩,૮૧,૯૫૪/– ની નાણાની પોતાના અંગત ઉપયોગ માટે વાપરી ઉચાપત કરતા નાના એવા ગામમાં ભારે ચકચાર જાગી છે. હાલ તો
પંચકોશી -એ ડિવીઝન પોલીસ દ્વારા અશ્વીનભાઇ ગોરધનભાઇ ગલાણી જાતે.પટેલ. ઉ.વ.૪૪ ની ફરિયાદ પરથી IPC કલમ-૪૦૬, ૪૨૦, .૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ પિતા પુત્ર સામ સામે વિશ્વાસધાત છેતરપિંડી સબબ ગુનોં નોંધી વધુ તપાસ PSI જે.પી સોઢા ચલાવી રહ્યા છે.