જામનગર બાર એસો.ની ચૂંટણીમાં ફરી પ્રમુખ બનતા ભરતભાઇ સુવા જ્યારે ઉપપ્રમુખમાં ભરતસિંહ જાડેજા વિજેતા થતા જોગાનું જોગ વકીલ મંડળમાં બે ભરતનો સંગમ થયો હતો
- ભરતભાઈ સુવાએ 604 મત મેળવી ચોથી ટર્મમાં પ્રમુખ બન્યા
- ઉપપ્રમુખ પદે ભરતસિંહ હેમુભા જાડેજાને 403 મત
- સેક્રેટરી માટે મનોજ ઝવેરીને 544 મત
- લાઇબ્રેરી સેક્રેટરી માટે બ્રિજેશ ત્રિવેદીને 330 મત
- ખજાનચી તરીકે રાવલને 554 મત મળતા વિજેતા જાહેર
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૧૭. ડીસેમ્બર ૨૨ જામનગર બાર એસોસિએશનની શુક્રવારે સવારે ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ મૂડી રાત્રે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા મતગણતરી સંપન્ન થઈ હતી જેમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે હેટ્રિક મારી ભરતભાઈ સુવાએ 604 મત મેળવી ચોથી ટર્મમાં પ્રમુખ બન્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે ભરતસિંહ હેમુભા જાડેજા ને 403 મત મળ્યા છે.
સેક્રેટરી માટે મનોજ ઝવેરીને 544 મત મળ્યા છે લાઇબ્રેરી સેક્રેટરી માટે બ્રિજેશ ત્રિવેદીને 330 મત મળ્યા છે. આ ઉપરાંત ખજાનચી તરીકે રાવલને 554 મત મળતા તેઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
જામનગર બાર એસોસિએશનની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. કુલ 881 મતદારો પૈકી બાર સોસીએશનના 726 સભ્યોએ મતદાન કર્યું હતું પ્રમુખ પદ માટે ભરત એસ. સુવા તેમજ વિક્રમસિંહ જેઠવા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં એડવોકેટ ભરત સુવાને 604 મત મળ્યા છે, અને જંગી બહુમતીથી સતત નવમી વખત પ્રમુખ તરીકે વિજેતા બન્યા છે. તેઓના પ્રતિસ્પર્ધી વિક્રમસિંહ જેઠવા ને માત્ર એકસો મત મળ્યા હતા.