જામજોધપુરના હુમલા પ્રકરણમાં સંડોવાયેલ 8 આરોપી જેલ હવાલે કરાયા

0
2966

જામજોધપુરના ખોળ કપાસીયાના વેપારી પર હુમલો કરનારા તમામ ૮ આરોપીઓને જામજોધપુર પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યા

  • હુમલા ના બનાવ ના સીસીટીવી ફૂટેજ ના આધારે જામજોધપુર પોલીસે તમામ આરોપીઓની ઓળખ કરી ઝડપી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ જુલાઈ ૨૪, જામજોધપુર ટાઉનમાં લુખ્ખા તત્વો નો ખુલ્લેઆમ આતંક જોવા મળ્યો હતો, અને કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કર્યા પછી પૂર્વયોજિત કાવતરું ઘડી ધ્રાફા પંથકના આઠ શખ્સોએ લાકડી ધોકા સાથે વેપારની દુકાનમાં ઘૂસી જઈ આડેધડ હુમલો કરી વેપારીનું માથું ફોડી નાખ્યાનું પોલીસમાં જાહેર થયું હતું,

જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ઇજાગ્રસ્ત વેપારી દ્વારા હુમલા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાતાં જામજોધપુરનું પોલીસ તંત્ર દોડતું થયું છે. અને મારામારીના સીસીટીવી ના ફૂટેજ ના આધારે તમામ આઠ આરોપીઓ ને ઝડપી લીધા છે, અને જેલ હવાલે કરાયા છે.જામ જોધપુર ના ખોળ કપાસીયા ના વેપારી ચિરાગભાઈ દેલવાડીયા (પટેલ) ઉપર કારના પાર્કિંગ બાબત ના પ્રશ્નનો ખાર રાખી શક્તિસિંહ જાડેજા તથા જગદીશસિંહ જાડેજા તેમજ ૬ જેટલા અજાણ્યા શખ્શો એ દુકાન માં ધુસી જઈ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવના પગલે વેપારી આલમ માં રોષ ફાટી નીકળ્યો હતો, અને ઇજાગ્રસ્ત વેપારી અને તેના કર્મચારીને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, દરમિયાન હોસ્પીટલમાં વેપારીઓનો ટોળા એકત્ર થઈ ગયા હતા. જામજોધપુર પોલીસે આ હુમલા ના બનાવવા અંગે આઠ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, અને દુકાનમાં જ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ નિહાળીને આઠેય આરોપીઓની ઓળખ કરી લીધી હતી.

દરમીયાન જામજોધપુરના મહિલા પીએસઆઇ એમ એલ ઓડોદરા અને તેમની ટીમેં તપાસના અંતે શક્તિસિંહ જાડેજા, જગદીશ સિંહ જાડેજા વગેરે સહિત હું મલા મા સંડોવાયેલા તમામ આઠ આરોપીઓની અટકાયત કરી લીધી હતી,ગળા અને તેઓ પાસેથી ધોકા લાકડી વગેરે હથિયારો કબજે કરી લેવાયા હતા, જે તમામને અદાલત સમગ્ર રજૂ કરાત અદાલતે તમામને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો છે.