જામનગરમાં રીક્ષા ચાલકને માર મારવાના કેસમાં ચાર પોલીસકર્મીઓનો નિર્દોષ છુટકારો
2012માં થયેલ કેસનો આજે જામનગરની અદાલતે આપ્યો ચૂકાદો
(1) રાજેશ વર્મા (એ.એસ.આઈ.) (2) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (લોકરક્ષક) (3) સહદેવ જાડેજા (પોલીસ કોન્સેટેબલ) અને (4) ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (પો.કોન્સ્ટેબલ) વિરૂઘ્ધ IPC કલમ-323, 114 મુજબના કેસમાં નિર્દોષ છુટકારો
દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 08.જામનગર શહેરમાં રહેતા અને રીક્ષા ચલાવવાનો ધંધો કરતા દિનેશભાઇ મલાભાઇ ચાવડા (ઉવ.30, રહે. વામ્બે આવાસ, બ્લોક નં.3, રૂમ નં.5, બીજા માળે, મયુરનગર સામે-જામનગર) એ જે-તે સમયે શહેરના દરબારગઢ પો.સ્ટે.માં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી (1) ASI રાજેશ વર્મા (2) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (લોકરક્ષક) (3) સહદેવ જાડેજા (પોલીસ કોન્સેટેબલ) અને (4) ધર્મેદ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (પો.કોન્સ્ટેબલ) વિરૂઘ્ધ આઈ.પી.સી.કલમ-323, 114 મુજબ ફરિયાદ નોંધાવેલ હતી.
આ કેસના ફરિયાદ દિનેશભાઇ ચાવડાએ નોંધાવેલ ફરિયાદ, મુજબ ગઈ તા. 05/05/2012 નાં રોજ કલાક 12:00 વાગ્યે સવારે સીટી એ. ડીવી. પો.સ્ટે. દરબારગઢનાં પહેલા માળે આરોપીઓએ ફરિયાદી દિનેશભાઈને શરીર તથા કાન પર માર મારી ઈજાઓ કરી તથા એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હતો.જેની ફરિયાદ દાખલ થતાં અદાલતે આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કોડની કલમ 323 મુજબનાં ગુનાનું કાર્યવાહી આગળ વધારવા હુકમ તા.14/09/2017નાં 2ોજ કરેલ અને ત્યારબાદ આ2ોપીઓ હાજર થયેલ હોય અને આરોપીઓએ આ કેસમાં દોષિ હોવાનો ઇન્કાર કરેલ હતો.
બાદમાં આ કેસ જામનગરનાં છઠ્ઠા એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાલી જતા, અદાલતે ફરિયાદી, તમામ આરોપીઓ, સાહેદો, સાક્ષીઓ સહિતનાઓની જુબાની લીધી હતી અને આ કેસ ચાલુ થયાના 4 વર્ષ, 6 માસ અને 23 દિવસ અદાલતે તમામ પૂરાવાઓ-નિવેદનોને ઘ્યાને લઇ પોતાનો ચૂકાદો આજ તા.8-4-2022ના રોજ સંભળાવ્યો હતો.
અદાલત દ્વારા જાહેર થયેલ હુકમમાં જણાવ્યા પ્રમાણે,આ કેસના આરોપી (1)રાજેશ વર્મા, (2) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (3) સહદેવ જાડેજા પોલીસ કોન્સે., (4) ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્ર્રસિંહ ઝાલા પો.કોન્સ., બધા-સીટી-એ ડીવી. દરબારગઢ, જામનગરવાળાને ક્રિ. પ્રો. કો. કલમ- 255(1) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ-323, 114 મુજબના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુક્વામાં આવે છે.
આ ઉપરાંત અપીલ સમય દરમ્યાન, આ કામનાં આરોપી નં. 1,3,5 નાંઓએ સી.આર.પી.સી. કલમ-437(એ)નાં પ્રબંધો મુજબ છ માસ માટે રૂા.5,000/- નાં સધ્ધર જામીન રજુ કરવા હુકમ કરવામાં આવે છે આ કેસમાં યુવા ધારાશાસ્ત્રી નિર્મળસિંહ જાડેજાની ધારદાર દલીલો અને નામદાર કોર્ટના ડાયરેકશન ધ્યાને લઈ ચારેય પોલીસકર્મીને નિદોષ છોડી મુકવાનો હુકમ કરેલ પોલીસકર્મીના વકીલ તરીકે નિર્મળસિંહ જાડેજા રોકાયા હતા.