ટ્રાફિક શાખાએ ટોઈંગ કરેલી ગાડીમાંથી 35 હજાર ગુમ : ટોઇંગકર્મીની દાદાગીરીથી લોકો ત્રસ્ત.
ચાંદી બજાર, લીમડા લાઇન, સુપરમાર્કેટ જેવા મુખ્ય વિસ્તાર બન્યા એકમાત્ર ટાર્ગેટ..! વેપારીઓમાં રોષ
વાહન માલિકો સાથે ટોઈગ એજન્સીના પ્રાઈવેટ માણસોનો આંતકી જેવો વ્યહવાર: ઇ.ચાર્જ અધિકારી ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી.!
લાંબા સમયથી ચોક્કસ પોલીસકર્મીને ટોઇંગની કામગીરી સોંપાતા આશ્ચર્ય..!
ખખડધજ પ્રાઇવેટ પાસિંગના ટોઇંગ વાહનો સાથે કરાતી કામગીરી : ટોઇંગ કર્મી પોલીસ અધિકારીને ગાંઠતા “ન ” હોવાની જોરશોર ચર્ચા.. !દેશ દેવી ન્યુઝ જામનગર 26. જામનગર શહેરમાં આડેધડ રોડ ૫૨ પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરતી ટ્રાફિક પોલીસની કામગીરી હંમેશ માટે શંકાસ્પદ રહી છે મંગળવારે સવારે એસટી રોડ પર પાર્ક કરેલી એક એક્ટિવાને ટોઈંગના કર્મચારીઓએ ઉઠાવી હેડ કવાર્ટર ખાતે લઈ ગયા હતા જ્યાં પાછળથી આવેલા તેના માલિકેજેટલા ગાડીની ડેકીમાં રાખેલા રૂા .35 હજાર ગુમ થયા હોવાનું જણાવતા ભારે ચકચાર સાથે દોડાદોડી મચી ગઈ હતી .ટોઈંગના કર્મચારીઓએ ભારે સમજાવટ છતાં પણ ટુ વ્હીલરના માલિક માન્યા ન હતા અને આ બાબતે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે . જામનગર શહેરમાં પાર્કિંગની સમસ્યા અત્યંત જટિલ બની ગઈ છે .
ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનોને ઉપાડી જઈ દંડ લેવા માટે શહેરભરમાં છ માલિકેજેટલા ટોઈંગ વાહનો કાર્યરત છે . આવી જ એક ટોઈંગ વાન સવારે એસટી નજીક આવેલી બેંક ઓફ બરોડા પાસે પાર્ક કરેલ એક્ટિવાને – પાર્કિંગમાં પાર્ક કરેલું ગણીને તેને ઉઠાવી લીધુ હતું .દરમિયાન બેંકમાં ગયેલા તેના ટ્રાન્સપોર્ટર માલિક મહાવીરસિંહ રાણા પરત આવી પોતાની ગાડી શોધી હતી અને ન મળતા તેમને તપાસ કરતા ટોઈંગ કરી ગયા હોવાનું જાણતા તાત્કાલિક હેડ કવાર્ટર પહોંચી ગયા હતા જ્યાં તેમણે પોલીસ કર્મચારીઓ અને ટોઈંગના કર્મચારીઓની હાજરીમાં ડેકી ખોલી જોતા તેમાંથી તેણે ધંધા માટે એડવાન્સ ઉપાડેલા રૂા .35 હજાર ગાયબ હતા જે બાબતે તેમણેકર્મચારીઓને પૂછતા ત્યાં હડકંપ મચી ગયો હતો અને ગાડી પાછી આપી આ બાબતે કંઈ ન કરવાની સમજાવટના દોર શરૂ થયા હતા પરંતુ મહાવીરસિંહ માન્યા ન હતા અને પોતાના પૈસા પાછા ન મળે તો પોલીસ ફરિયાદ કરવા મક્કમ હતા.
આ બાબતની જાણથતાં જ પોલીસ તથા ટોઈંગ કર્મીઓમાં ચકચાર સાથે દોડધામ મચી જવા પામી છે બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે.