જામનગરમાં વકીલના બંગલામાં થયેલ 34 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: LCBની પ્રસન્નીય કામગીરી: જુવો VIDEO

0
3087

જામનગરના પોશ વિસ્તાર વાલકેશ્વરી સોસાયટીમાં એડવોકેટના ઘરમાં થયેલ ચોરીનોભેદ ઉકેલતી LCB

  • ‘પારધી ગેંગ’ના ત્રણ ઇસમ ઝડપાયા: સોનાના દાગીના તેમજ રોકડ રકમ વિગેરે મળી રૂા.20 લાખથી વધુનો મુદામાલ રીકવર કરાયો
  • પોલીસ વડા દ્વારા LCB સ્ટાફની પ્રસન્નીય કામગીરી બદલ રૂ.૨૧૦૦ના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
  • દિવસે મેળામાં રમકડા વેંચી રાત્રીના ચોરી આચરતા:૩ ઝડપાયા: ૩ ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ સપ્ટેમ્બર ૨૨ : જામનગર શહેરના પોશ વિસ્તાર વાલ્કેશ્વરીનગરીમાં રહેતા એડવોકેટના બંધ મકાનના દરવાજાના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને 22 લાખની રોકડ સહિત કુલ રૂા.34 લાખની માલમતાની ચોરીના બનાવનો જામનગર પોલીસે ભેદ ઉકેલી મધ્યપ્રદેશની ‘પારઘી ગેંગ’ના ત્રણ શખસને ઝડપી લીધા છે જયારે આ જ ગેંગના ત્રણ સભ્યો ફરાર હોય જેઓને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે આ ચકચાર બનાવની વિસ્તૃત વિગત પ્રમાણે, જામનગરના પોશ વિસ્તાર એવા વાલ્કેશ્વરીનગરીમાં રહેતાં એડવોકેટ રાજેશ અનંતરાય શેઠ તેમના પરિવાર સાથે ગત તા.19 થી 23 ઓગષ્ટ સુધી બહારગામ ગયા હતાં તે દરમિયાન તેના મકાનના અજાણ્યા તસ્કરોએ તાળા તોડી કબાટમાં અને તીજોરીમાં રાખેલા સોનાના પાટલા, બંગડી, ગળાનો ચેઈન, હાર, બુંટી, બ્રેસલેટ, વીંટી અને ઘડિયાર સહિત કુલ રૂા.12,27,000 અને રૂા.22 લાખ રોકડા મળી કુલ રૂા.34,27,000 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. પોલીસે લાખોની માલમતાની ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન સીસીટીવી ફુટેજો અને એફએસએલની મદદ વડે તપાસમાં એલસીબીના PSI સી.એમ. કાંટેલિયા, ASI સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી.જેના આધારે એલસીબીની ટીમે આ ટોળકી જુદાં-જુદાં રાજ્યોમાં યોજાયેલા મેળાઓમાં રમકડા વેંચવાના બહાને શહેરોમાં ફરીને બંધ મકાનોને ટાર્ગેટ કરી નિશાન બનાવતા હોય છે અને ચોરી આચરતા હોય છે. જેના આધારે પોલીસની તપાસમાં મધ્યપ્રદેશના અશોકનગર અને વીદીશા જિલ્લાના રાજુ રામદાસ મોગીયા, ચાવલા બાબુરામ મોગીયા, અજય વિષ્ણુ પારઘી, મંગલ મંગીરામ મોગીયા, સમીર રમેશ મોગીયા નામના ‘પારઘી ગેંગ’ના પાંચ તસ્કરો વાલ્કેશ્વરીનગરીની ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું હતું.

જેથી એલસીબીની ટીમે ટેકનિકલ એનાલિસીસ અને તસ્કરોના નામ સરનામા મેળવી મધ્યપ્રદેશના અશોકનગર, વીદીશા, ઉજ્જૈન, ગુનામાં રહેણાંક અને આશ્રય સ્થળોએ તથા ઉત્તરપ્રદેશના અલ્હાબાદ (પ્રયાગરાજ), જમ્મુ કાશ્મીરના જમ્મુમાં તપાસ કરવામાં આવી હતી ‘પારઘી ગેંગ’ના તસ્કરો ધ્રોલમાં દાગીના વેંચવા આવવાના હોય તેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી રાજુ રામદાસ મોગીયા (રહે. રામનગર, જી.અશોકનગર, મધ્યપ્રદેશ), અજય વિષ્ણુ પારઘી (રહે. માધોપુર, અશોકનગર, મધ્યપ્રદેશ), ચાવલા બાબુરામ મોગીયા (રહે.બન તા. ગુલાબગંજ, જી. વિદીશા મધ્યપ્રદેશ) નામના ત્રણ તસ્કરોને દબોચી લીધા હતાં.આ ત્રણેય તસ્કરો પાસેથી એલસીબીની ટીમે રૂા.15,51,000 ની કિંમતના સોનાના 33 તોલાના દાગીના અને રૂા.4,50,000 ની રોકડ રકમ તેમજ રૂા.1000 ની કિંમતની ચાંદીની 15 ગીની, રૂા.8000 ની કિંમતની 8 નંગ ઘડિયાળ અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.20,20,000 ની માલમત્તા કબ્જે કરી હતી તેમજ આ તસ્કર ટોળકીના અન્ય ત્રણ સાગરિતો મંગલ મંગીલાલ મોગીયા, સમીર રમેશ મોગીયા, વિમલાબાઈ બાબુરામ મોગીયા નામના ત્રણ શખ્સો નાશી ગયા હોય તેની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

ઉપરાંત આ પારઘી ગેંગના સાગરિતો દ્વારા તેલંગણાના વિજયવાડા, ગનાવરમ, ગુટુર, મંગલગીરી, કમમ અને મધ્યપ્રદેશના અશોકનગર, શીપરી, વિદીશા જિલ્લામાં અનેક ચોરીઓ આચરી હોવાની કેફીયત આપી હતી. જો કે, ઉલ્લખેનીય બાબત એ છે કે આ પારઘી ગેંગ દ્વારા આચરેલી ચોરીમાં સૌથી મોટી ચોરી જામનગરના વાલ્કેશ્ર્વરીનગરીમાં કરવામાં આવી હતી.

આ કાર્યવાહી પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા, એ.બી. ગંધા, કે.એચ.ભોચિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, અજયસિંહ ઝાલા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે કરી છે.