31 વર્ષથી ચાલતા ભાઇ બહેનનોના ઝઘડોનોં હાઇકોર્ટ કર્યો ન્યાય.

0
317

વડીલોપાર્જિત મિલકતમાં બહેનોનો ભાઈઓ જેટલો અધિકાર: ગુજરાત હાઇકોર્ટ.

અમદાવદા: માતાપિતાની મિલકતની લડાઇમાં હાઇકોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે.

પિતાની મિલકત અંગે 31 વર્ષથી ભાઇ બહેનનો ઝઘડો કોર્ટમાં ચાલતો હતો.

જેમાં પિતાના અવસાન બાદ દીકરાઓએ જમીનની માલિકી 3 ભાઇઓનાં નામે કરાવવા માટે ડિક્રી મેળવી લીધી હતી. જે સામે પાંચ બહેનોએ હાઇકોર્ટમાં અરજી કરીને પિતાની મિલકતમાં ભાગ મેળવવા દાદ માંગી હતી. હાઈકોર્ટે આ ચુકાદામાં જણાવ્યું કે, વડીલોપાર્જિત મિલકતમાં ભાઈઓએ ભલે પાર્ટિશનનો દાવો કરીને ડીક્રી મેળવી લીઘી હોય, પરતું ડીક્રી મેળવ્યા બાદ પણ બહેનો તેમાં જોડાઈ શકે છે. જોકે, આ કેસનાં નિર્ણય બાદ અનેક આવા કેસોનો નિવેડો આપમેળે જ આવી જશે.

આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1975માં વલસાડના રતનજી ભાણા નામની વ્યક્તિના મૃત્યું પછી તેમની જમીનો તેમનાં પત્નીના નામે કરાઈ હતી. તેમનું અવસાન 1967માં થયા પછી તેમની જમીનો 3 પુત્રે દીવાની દાવો કરીને પાર્ટિશન પ્રાઇમરી ડીક્રી મેળવી લીધી હતી. તે સમયે તેમની 5 બહેને તેમાં દાવો કર્યો ન હતો. વલસાડ કોર્ટે ત્રણેય ભાઈને જમીન માટેની ડીક્રીની મંજૂરી આપી દીધી હતી, જેની સામે પાંચેય બહેને મિલકતમાં ભાગ લેવા અરજી કરી હતી, જે નીચલી કોર્ટે સાંભળવા ઇનકાર કરતા ચાર વર્ષ પહેલાં હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં આવો નિર્ણય આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, હિંદુ વારસદાર અધિનિયમ 1956માં સંશોધન કરીને દીકરા-દીકરીને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર – હક આપવામાં આવ્યો છે. તે અનુસાર, જો દીકરી ઇચ્છે તો પૈતૃક સંપત્તિમાં પોતાના ભાગની માગણી કરી શકે છે. ભાઇની પૈતૃક સંપત્તિ જો ભાઇને પૈતૃક સંપત્તિનો ભાગ મળ્યો હોય અને એ નિ:સંતાન હોય તથા પોતાના ભાગની સંપત્તિની વસીયત ન લખી શક્યો હોય એવી સ્થિતિમાં તેના અન્ય ભાઇઓ તથા બહેનોને આ સંપત્તિ વારસામાં મળશે.

જો કે એક વાર મિલકતની વહેંચણી થયા પછી આ સંપત્તિ તે મેળવનારની અંગત સંપત્તિ કહેવાશે, પૈતૃક સંપત્તિ નહીં, પરંતુ વસીયત અને વારસદાર ન હોય તો ભાઇ-બહેનોમાં વહેંચણી થઇ શકે છે.