જામનગર નજીક ખાડામાં 3 યુવાન નહાવા પડ્યા , ૧ ડૂબ્યો ૨ બચી ગયા

0
4

જામનગર નજીક ખારા બેરાજા ગામમાં પાણીના ખાડામાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકીનો એક યુવાન ડૂબ્યો : અન્ય બે બચી ગયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગર નજીક ખારાજા ખારા બેરાજા ગામ પાસે એક ભરડીયા દ્વારા તૈયાર કરેલા મોટા ખાડામાં પાણી ભરાયું હોવાથી ત્યાં નાહવા પડેલા ત્રણેક યુવાનો પૈકીનો એક યુવાન ડૂબી જતા મૃત્યુ પામ્યો છે, જ્યારે અન્ય બેનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડની ટુકડી એ મૃતદેહ ને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો.જામનગર તાલુકાના ખારા બેરાજા ગામમાં રાજભા જાડેજા ના ભરડિયાઓ આવેલા છે, જે પૈકી એક મોટો ખાડો થયો હોવાથી તેમાં પાણી ભરાયું હતું, જે પાણીમાં ભરડિયામાં જ કામ કરતા પરપ્રાંતિય ત્રણ શ્રમિકો શનિવારે સાંજે પાંચેક વાગ્યે નહાવા માટે પડ્યા હતા. જે પૈકી એક યુવાન પાણીના ઉંડા ખાડામાં ચાલ્યો જતાં ડૂબવા લાગ્યો હતો. જયારે અન્ય બે યુવાનો બચીને બહાર નીકળી ગયા હતા.આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીમાં ડૂબી ગયેલા યુવાને બહાર કાઢ્યો હતો. જોકે તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. જે બાબતે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકનું નામ અમોસ એમનભાઈ બારૈયા (ઉમર વર્ષ ૨૮) અને પર પ્રાંતિય હિન્દી ભાષી હોવાનું જાણવા મળ્યું છે.