જામનગરનાં એડવોકેટની હત્યા કેસમાં ‘રજાક સોપારી’ સહિત વધુ ૩ આરોપીની અટકાયત

0
7586

જામનગર નાં એડવોકેટ ની હત્યા કેસમાં પૂર્વ કોર્પોરેટર સહિત વધુ ૩ આરોપી ની અટકાયત: કુલ ધરપકડ નો આંક ૧૪ નો થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩ એપ્રિલ ૨૪ જામનગરના એડવોકેટ ની હત્યાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સીટ ની રચના કરાયા બાદ પૂર્વ કોર્પોરેટર સહિત ૩ આરોપીને ઝડપી લેવાયા છે. જેને અદાલત સમક્ષ રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કરાયો છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૪ નો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત તા.૧૩મી તારીખે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભત્રીજા નુરમામદ પલેજાએ સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી . પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ખાસ ટૂકડીઓ રચી હતી.જેમાં પોલીસ દ્વારા બે સગીર સહિત ૧૦ આરોપીઓની અટકાયત કરી લેવાઈ હતી, અને તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા છે, જ્યારે બે સગીરને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયા છે.

આ પ્રકરણમાં મહેબૂબ જુસબ સાયચા નામના વધુ એક આરોપીની અટકાયત કરી લઇ રિમાન્ડ પર લેવાયો છે.
દરમિયાન આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓ પૂર્વ કોર્પોરેટર ઉંમર ચમડિયા કુખ્યાત આરોપી રજાક સોપારી અને શબ્બીર ચમડિયા ની અટકાયત કરી લેવામાં આવી છે અને તેઓને રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૧૪ નો થયો છે. હજુ ૧ આરોપીની શોધખોળ ચલાવાઇ રહી છે.