દેવી-દેવતાઓ અને ધર્મના અપમાન મુદ્દે હિન્દુ સેના મેદાને.

0
625

દેવી-દેવતાઓ અને ધર્મના અપમાન મુદ્દે હિન્દુ સેના મેદાને.

જામનગરમાં વેપારીઓની દુકાનોની આસપાસ, બિલ્ડીંગો, શાળા- કોલેજો, કોમ્પ્લેક્ષોની દિવાલો પરથી દેવી-દેવતાના પોસ્ટરો કે ટાઇલ્સ લગાવેલ હશે તેને તા. 30 જૂન- 2021 સુધી હટાવી લેવા ‘હિન્દુ સેના’નું અલ્ટીમેટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરમાં અનેક સ્થળો, કોમ્પલેક્ષો, બિલ્ડીંગો અને વેપારીઓ તેમજ નાના મોટા બંગલાઓની આસપાસની દિવાલો કે રસ્તાઓની બાજુની દિવાલો ઉપર કોઇ થુકે નહીં, કોઇ મળમૂત્ર કરે નહીં તે માટે ભગવાનના ફોટાઓ કે ટાઇલ્સો લગાવી દીધેલ છે.

જે અયોગ્ય છે એટલું જ નહીં આપણા હિન્દુ ધર્મમાં શ્રધ્ધાનું કેન્દ્ર કહી શકાય તેવી ધર્મસૂચક નિશાની કે ભગવાનના ફોટાને અને ટાઇલ્સો લગાવી હિન્દુ દેવી દેવતા તેમજ હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે. ધર્મનું અપમાન કરનારાને સબક મળવો જ જોઇએ.

છોટીકાશી કહેવાતા જામનગર શહેરમાં અંગત સ્વાર્થને લઇ આમ દેવી દેવતાઓની ટાઇલ્સ કે ફોટા લગાવી ધર્મનું અપમાન કરનારા સામે હિન્દુ સેનાએ રોષ વ્યકત કર્યો છે.

વેપારીઓની દુકાનોની આસપાસ, બિલ્ડીંગો, શાળા- કોલેજો, કોમ્પ્લેક્ષોની દિવાલોમાં જો દેવી દેવતાના પોસ્ટરો કે ટાઇલ્સ લગાવેલ હશે તેને તા. 30 જૂન- 2021 સુધી હટાવી નાખવું તેવું અલ્ટીમેટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટની ઉપસ્થિતીમાં લેવાયેલ નિર્ણયમાં શહેર પ્રમુખ દિપક પિલ્લે, ધીરેન નંદા, ગુંજ કારીયા, મયુર ચંદન, યશવંત ત્રિવેદી સહિતના સૈનિકોએ આપેલ છે.

જો આ હિન્દુ દેવી-દેવતાને અપમાનીત કરતી ટાઇલ્સો કે પોસ્ટરો નહીં હટાવવામાં આવે તો હિન્દુ સેનાના મયુર ચંદનની બટાલીયન દ્વારા જાતે હટાવવાનો આરંભ થશે તેમ હિન્દુ શહેર પ્રમુખ દિપ પિલ્લેની યાદીમાં જણાવાયું છે.