0
0

લાલપુરના શિવપરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી અડધી રાત્રે લાપતા બની જતાં પરિવારજનો માં ચિંતા ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ એપ્રિલ ૨૫ જામનગર જિલ્લાના લાલપુર ટાઉનમાં શિવપુરા વિસ્તારમાં રહેતી મિતલબેન મહેશભાઈ પરમાર નામની ૧૯ વર્ષની યુવતી કે જે ગઈકાલે રાત્રિના પોતાના ઘેર સૂતી હતી, જે દરમિયાન અડધી રાત્રે ૩.૩૦ વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન તેણ લાપત્તા બની ગઈ હતી.

પરિવારના સભ્યોને જાણ કર્યા વિના એકાએક ગુમ થઈ જતા મીતલબેન નો પરિવાર ચિંતામાં મુકાયો છે, અને સમગ્ર મામલાને પોલીસ પથકમાં લઈ જવાયો છે, જ્યાં મિતલબેન ને માતા કૂસુંમબેને પોતાની પુત્રી લાપત્તા થઈ હોવાની ગુમ નોંધ કરાવી છે.