0

જામનગરની જાણીતી બેકરીના ધંધાર્થીનો પુત્ર દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

  • સુટકેશમાં કીમતી દારૂ ભરી ડીલેવરી આપે તે પહેલા LCB એ દબોચી લીધો

  • ભલામણની ઘંટડીઓ મોડે સુધી રણકતી રહી પરંતુ પોલીસ ટસ માથી મસ ન થઈ

દેશ દેવી ન્યૂઝ તા . ૧૯ એપ્રિલ ૨૫ જામનગર શહેરની જાણીતી બેકરીના ધંધાર્થીના પુત્ર વિદેશી દારૂની કિંમતી બોટલોની હેરાફેરી હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ ગુરુદ્વારા નજીક વોચમાં હતા ત્યારે શહેરના શરૂ શેકશન રોડ , યામાહા શો રૂમમની બાજુમા  ફ્રેન્સ એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૦૧ માં રહેતો હર્ષ મનોજભાઇ ખેતવાણી ગોવાથી કીમતી દારૂની બોટલો લાંવી સુટકેશ સાથે નિકળતા LCBએ આંતરી લઈ ગુનો નોંધ્યો છે હર્ષે દારૂની બોટલો ગોવાથી લાવ્યો હોવાની કબુલાત કરી છે.

શહેરના ગરુદ્વારા ચોકડી પાસે ગીતાંજલી જવેલર્સની સામે આવેલ બ્રીજ નીચે શહેરની જાણીતી બેકરીના ધંધાર્થી દારૂની બોટલો સાથે ઉભો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો અને આરોપી હર્ષ મનોજભાઈ ખેતવાણી (રે.શરૂ સેકશન રોડ,ટુ-વ્હીલરના શો-રૂમની બાજુમાં ફ્રેન્સ એપાર્ટમેન્ટ-

જામનગર)ને આંતરી લીધો હતો. તેની તલાસી લેતાં તેના કબજામાંથી રૂ.૭૭૧૭ની કિંમતની રામપુર ઈન્ડીયન સીંગલ માલ્ટ વ્હિસ્કી, રૂ. ૫૪૬૧ની કિંમતની ગોલ્ડ લેબલ રીઝર્વ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી. રૂ.૪૦૫૫ની કિંમતની ગ્લીશનફલીડચ સીંગલ માલ્ટ સ્કોચ અને રૂ.૧૫૦૦ની કિંમતની ધ ગ્લીનવોક બ્લેન્ડેડ સ્કોચ મળીને કુલ ૪ બોટલ રૂ.૧૮૭૩૩ની કિંમતની સાથે ઝડપી લીધો હતો. તેના કબજામાંથી રૂ.૫૦ હજારની કિંમતનો મોબાઈલ મળીને કુલ રૂ.૬૮,૭૩૩નો મુદામાલ કબજે કર્યો છે. આ દારૂની બોટલો ગોવાથી લાવ્યો હોવાની કબુલાત કરી છે.મોબાઈલ સહિત ૪ બોટલો કબજે કરીને ગુનો નોંધ્યો

જાણીતી બેકરીના ધંધાર્થીનો પુત્ર વિદેશી દારૂની હેરાફેરી ફેરી કરતા ઝડપાયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેભરમાં સારી એવી ચર્ચા જગાડી હતી

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version