ધ્રોલ પંથકમાં થયેલી ઘેટા-બકરાની ચોરીનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝડપાયો : અન્ય ત્રણ ની સંડોવણી ખુલી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩, જાન્યુઆરી ૨૫ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક અઠવાડિયા પહેલાં થયેલી ૧૪ નંગ ઘેટા બકરા ની ચોરી નાં કેસ માં પોલીસે ખંભાત પંથક માંથી એક આરોપી ને ઝડપી પાડ્યો છે. જ્યારે તેની પૂછપરછમાં અન્ય ત્રણ આરોપીના નામ ખુલ્યા છે.