જામનગરના જાણીતા અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારનું હૃદયરોગનો હુમલો આવતાં નિધન થવાથી ઘેરા શોક ની લાગણી
-
અમદાવાદ ની હોસ્પિટલમાં ગત મોડી રાત્રે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ ખેંચ્યા : પાર્થિવ દેહ જામનગર લવાયા પછી અંતિમ યાત્રામાં અસંખ્ય લોકો જોડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ જાન્યુઆરી ૨૫ : મૂળ પોરબંદરના મહિયારી ગામના વતની અને વર્ષોથી જામનગરમાં સ્થાયી થયેલા અગ્રણી બિલ્ડર અને લેન્ડ ડેવલોપર મેરામણભાઈ પરમારનું ગત્ રાત્રે હૃદયરોગનો હુમલો આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું. મેરામણભાઈ પરમારે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી જમીન-મકાનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું અને અગાથ મહેનત અને આગવી સુઝબુઝથી તેમને ધારી સફળતા મળી હતી.