જામનગરમાં વ્હોરા અગ્રણી ના મકાનમાં ધોળે દહાડે થયેલી લાખોની લૂંટ નો ભેદ સિટી એ.ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલાયો
-
વ્હોરા પરિવારના બંગલા માં ઘુસેલા બન્ને લૂંટારુઓએ ૨૦ મિનિટ સુધી આતંક મચાવ્યો
-
સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો દોર પોરબંદર સુધી લંબાવી બન્ને લૂંટારુઓ ને તમામ માલમતા સાથે દબોચી
દેશ દેવી ન્યૂઝ તા. ૧ જાન્યુંઆરી ૨૫ જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ મહિલા અને પુત્રવધુ ને બંધક બનાવીને ઘરમાંથી એક લાખની રોકડ. રકમ તથા રૂપિયા ૧૩ લાખ ની કિંમતના સોનાના ઘરેણા વગેરે માલમતા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ બાદ તુરંત જ હરકતમાં આવેલી જામનગર ની સિટી એ. ડિવિઝન પોલીસે ચો તરફ તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના કલાકોમાં જ લૂંટના આ બનાવ નો ભેદ ઉકેલી નાખી ને પોરબંદર પંથક માંથી બે લૂંટારૂઓ ને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસે થી લુંટ કરેલો મુદ્દામાલ કબજે કર્યો છે.
જેથી અલગ અલગ ૩ ટીમો દ્વારા પોરબંદર કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી કેમેરા માં તપાસ કરતાં મોટર સાયકલ સાથે બે આરોપીઓ હિતેષભાઇ પ્રેમજીભાઈ હોડાર, ( જાતે-ખારવા, ઉ.વ.૨૮, રહે .બોખીર વિસ્તાર કે કે.આવાસ બીલ્ડીંગ નં.૨૮ બ્લોક નં.૭ પોરબંદર અને ધાર્મીક હરીશભાઇ વરવાડીયા, (જાતે ખારવા, ઉ.વ.૨૧, રહે. બારવાવાડ ભાટીયા બજાર કેશવ સ્કૂલની સામે પોરબંદર )ને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા.
બન્ને આરોપીઓ ની પુછપરછમાં પોતે ગુન્હાની કબુલાત આપી હતી. જેથી બન્ને ઇસમો પાસે થી લુટમાં ગયેલ આશરે ૨૪૦ ગ્રામ (૨૪ તોલા) ના દાગીનાની કુલ કિ.રૂ.૧૭,૫૯,૩૭૨ , તથા રોકડા રૂ.૭૦,૦૦૦ , તથા મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦ ,તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ .રૂ ૧૮.૮૯,૩૭૨ નોં કબજે કરવામાં આવ્યો છે. આમ જામનગર પોલીસે ગણતરી ની જ કલાકો માં જ લૂંટના ગુના નો ભેદ ઉકેલી નાખી બે આરોપી ઓ ને પકડી પડ્યા છે. બંને આરોપી ઓ ને અટક કરી રીમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.
આ કામગીરી પો.ઇન્સ. ડિવિઝનના પી.આઇ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ. કરણસિહ પી. જાડેજા, પો.હેડ.કોન્સ મહિપાલસિંહ એમ. જાડેજા, પો.કોન્સ રવિભાઈ ગોવિંદભાઈ શર્મા, વિજયભાઇ બળદેવભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા, વિપુલભાઇ જે. સોનગરા તથા સંદિપભાઇ દ્વારા કરવામાં આવી હતી.