0
3

લાકડી, પટ્ટા અને બીડીના ડામ આપીને માર મારવાની કોર્ટમાં કરેલ ફરીયાદમાં ચાર પોલીસ કર્મચારીનો છુટકારો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ નવેમ્બર ૨૪ આ ચકચારી કેસ ની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી અનીલભાઈ જગદીશભાઈ થાપલીયાને અન્ય ગુન્હાના કામે પોલીસે ધરપકડ કરેલ હોય અને બાદમાં કોર્ટ સમક્ષ ફરિયાદીને રજુ કરતા ફરિયાદી દ્વારા કોર્ટમાં નિવેદન આપેલ હોય કે મને લાકડી, અને પટ્ટાથી ધમભા અને પ્રવીણસિંહ તથા હરૂભા અને ખાનભાઈએ માર મરેલ છે અને બીડીના ડામ પણ દીધેલ છે જે અંગેની ફરિયાદ નોંધાવતા નામદાર કોર્ટે તેમને મેડીકલ તપાસ માટે મોકલવાનો હુકમ કરેલ અને ફરિયાદની ઇન્ક્વાયરી કરવા મંજુરી મળતા નામદાર કોર્ટે તેની ઇન્કવાયરી કર્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ (૧) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ગજેન્દ્રસિંહ ઝાલા, (૨) પ્રવીણસિંહ ભીખુભા જાડેજા, (૩) હરેન્દ્રસિંહ ઉર્ફે હરૂભા રણજીતસિંહ જાડેજા અને (૪) ઉમરખાન ઉર્ફે ખાનભાઈ ગુલાબખાન પઠાન વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરેલ અને તમામ પુરાવાઓ નોંધવામાં આવેલ અને સદરહું કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અને બંને પુરાવાઓ તેમજ બંને પક્ષકારોના વકીલશ્રીઓની લાંબી અને ઊંડાણપૂર્વકની દલીલો ધ્યાને લઇને નામદાર કોર્ટ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી ચારેય પોલીસ કરકર્મચારીઓ તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી શ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા નિરલ વી. ઝાલા તથા હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા છે