Home Gujarat Jamnagar જામનગર ગ્રહ કંકાસમાં કોળી યુવાન ટ્રેન હેઠળ કપાઈ ગયો

જામનગર ગ્રહ કંકાસમાં કોળી યુવાન ટ્રેન હેઠળ કપાઈ ગયો

0

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાનનો ગ્રહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

  • ઘર કંકાસમાં એક વર્ષ અને ત્રણ વર્ષની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

  • યુવાને અગાઉ ઝેરી દવા ગટગટાવી , તેમજ ટ્રેન નીચે ઝંપલાવવા નો પ્રયાસ કર્યો હતો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ નવેમ્બર ૨૪ જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે, કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સોલંકી નામના યુવાને પોતાના ગૃહ કંકાસના કારણે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક ની રેલવે લાઈનપર પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે.

જેના મૃતદેહના ટુકડા થઈ જતાં ભારે કરુંણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃગતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version