જામનગરમાં લોહાણા જ્ઞાતિના પ્રમુખની કિંમતી જમીનમાં મહિલાની દાનત બગડી

0
1770

જામનગરના લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખ ની હાપામાં આવેલી જમીનમાં ગેરકાયદે પેશ કદમી

  • જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત થયા પછી પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલા સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ નવેમ્બર ૨૪, જામનગર ના લોહાણા જ્ઞાતિના પ્રમુખની હાપા વિસ્તારમાં આવેલી કરોડોની કીમતી જમીનમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરવા સંબંધે જિલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરાયા બાદ પોલીસ દ્વારા એક મહિલા સામે જમીનનો કબજો કરી લેવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તેમાં સંડોવાયેલા અન્ય કોઈ વ્યક્તિ હોય તો તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના લોહાણા જ્ઞાતિના વર્તમાન પ્રમુખ ભરતભાઈ કાનજીભાઈ મોદી નામના વેપારી કે જેઓની જામનગર નજીક હાપા ગામમાં સર્વે નંબર ૨૮૭ વાળી જમીન આવેલી છે, ઉપરોક્ત જમીનમાં ગેરકાયદે રીતે પેશ કદમી થઈ હોવાની રજૂઆત ભરતભાઈ મોદી દ્વારા તેમના વકીલ મારફતે કરવામાં આવી હતી.

જેના અનુસંધાને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી આ મામલે તપાસ કરવાનો હુકમ કર્યો હતો, અને સમગ્ર મામલામાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ લાંબરીયાએ ભરતભાઈ મોદીની ફરિયાદના આધારે તેઓની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી લેનાર હાપા વિસ્તારની દેવીબેન જીવાભાઈ કોળી નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે, ઉપરાંત તેમાં અન્ય કોઈની સંડોવણી ખુલે, તો તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.