Home Gujarat Jamnagar જામનગરમાં ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યાના મામલે અદાલતે મકાન માલીકની તરફેણમાં : ૨૧...

જામનગરમાં ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યાના મામલે અદાલતે મકાન માલીકની તરફેણમાં : ૨૧ લાખ ની લાયસન્સ ફી ચૂકવવા આદેશ

0

જામનગરમાં ખંભાળિયા નાકા બહાર ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યા ના મામલે અદાલતે મકાન માલીકની તરફેણમાં લેન્ડ માર્ક ચુકાદો આપ્યો

  • ટંકારીયા ક્લાસીસ વાળી જગ્યા વહેલી તકે ખાલી કરી આપવા તેમજ રૂપિયા ૨૧ લાખ ની લાયસન્સ ફી ચૂકવવા નો પણ અદાલતનો આદેશ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૪, આ કેશની હકીકત એવી છે કે, જામનગર શહેરમાં ખંભાળીયા નાકા બહાર “ટંકારીયા કલાસીસ” થી ધંધો કરતા હિતેષ ટંકારીયા પૌરણ – ૮ થી ટી.વાય. નાં કલાસ ચલાવતા હતા, આ જગ્યાનો કબજો મહેન્દ્ર પાઠક અને તેનાં પુત્ર મુળવંત પાઠક પાસે હતો.

તેથી તેઓએ ક્લાસીસનો ધંધો કરવા ભાગીદારી પેઢી કરી હતી, પરંતુ થોડા વખત પછી ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે એક ભાગીદાર હિતેષ ટંકારીયાને ૧૧ માસ માટે વાપરવાનો પરવાનો આપ્યો, અને તે અંગેનું લીવ એન્ડ લાયસન્સી પણ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું, અને લાયસંસ ફી પેટે માસીક રૂા.૯,૦૦૦ નકકી કરવામાં આવ્યા હતા.

અગીયાર માસ પુરો થતાં જગ્યા ખાલી ન કરતાં પરવાનો આપનારે દાવો કર્યો હતો. પરંતુ ત્યાર બાદ મુળ માલીક પાસેથી મહેન્દ્રભાઈ પાઠકના પત્નિ મનહરબાળા ઉર્ફે મીરાબેન વ્યાસનાં નામે વેંચાણ દસ્તાવેજ કરવામાં આવતાં તેણીએ જગ્યા ખાલી કરાવવા અને ચડત લાયસંસ ફી વસુલ કરવા નવો દાવો કર્યો હતો.

તેમાં પ્રતિવાદી-કબજેદાર હિતેષ ટંકારીયા બીજો દાવો ન થઈ શકે. તેમજ પોતે પેહલેથી ભાડુત હોવા અંગે બચાવ કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે ભાડુત હોવા અંગેનો બચાવ માન્ય ન રાખ્યો, પરંતુ લાયસન્સ આપતી વેળાએ વાદી-મનહરબાળા ઉર્ફે મીરાબેન મકાન માલીક ન હોય તેથી દાવો ડીસમીસ કર્યો હતો.

જે ટ્રાયલ કોર્ટનાં ચુકાદાને પડકારવા માટે વકીલ હિતેન ભટ્ટ મારફત અપીલ કરી હતી. આ અપીલમાં પણ પરવાનેદારે બચાવનાં ટેકનીકલ મુદ્દા ઉભા કર્યા, પરંતુ એપેલન્ટ તરફે એડી. ડીસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆત કરી ભાગીદારી પેઢીને લીધે જ કબજેદાર બન્યા તે પેહલાં ક્યારેય કબજેદાર હતા જ નહી, અને રેકર્ડ પરથી તે સાબીત થતાં તેમજ પરવાનેદાર કાયમ પરવાનેદાર જ રહે, તે માલીક કે ભાડુત બની શકે નહીં.

કાયદાનાં આ મુળભુત સિધ્ધાંતની રજુઆત ગ્રાહય રાખી “ટંકારીયા ક્લાસીસ” વાળી વાદગ્રસ્ત જગ્યા તુરંત ખાલી કબજે મકાન માલીક એપેલન્ટને સોંપી આપવા અને ચડત લાયસન્સ ફ્રી રૂપિયા એકવીસ લાખ ચુકવી આપવા હુકમ કર્યો હતો, અને આ મુજબનું હુકમનામું ફાઈનલ ડીક્રી કરી આપી હતી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ – દસ વર્ષ જુના કેસો તાત્કાલીક હાથપર લઈ ચલાવવા માટેની સૂચના બાદ આવા કેસોને ટારગેટેડ મેટર તરીકે તુરંત ચલાવી લેવામાં આવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version