જી.જી.હોસ્પિટલના કોવીડ વિભાગમાં ફરજ બજાવતા 20 સીક્યુરીટીમેન રાતો-રાત ઘરભેગા

0
2137

જામનગર જી.જી.હોસ્પિટલના 20 સીકયુરીટી ગાર્ડને એક સાથે છુટા કરી દેવાતા એક્સ આર્મીમેનમાં રોષ.

જામનગરની જી.જી હોસ્પિટલમાં ગેરવર્તનની અનેક ફરિયાદમાં કુખ્યાત બની ચૂકેલા 20 સીકયુરીટીને અંતે પાણીચું.! 

કોરોના કાળને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યા હતા કાયમી ઘર કરી જતા વોટ્સઅપ મેસેજથી ઘરભેગા.!

જામનગર જિલ્લા કલેકટર અને રોગી કલ્યાણ સમિતિને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત: અન્ય ઉપર લટકતી તલવાર : બીજો ધાણવો તૈયાર.!

દેશ દેવી ન્યુઝ જામનગર 01. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કોરોના મહામારી દરમ્યાન નિવૃત આર્મીમેનને સિક્યુરિટી વિભાગ માં ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગ સહિતના સમગ્ર પરિસરમાં ફરજ સોંપવામાં આવી હતી.હાલ કોરોના કાળ સમાપ્ત થયો હોવાથી 53 નિવૃત્ત આર્મીમેન ને ફરજ પર રખાયા છે, જ્યારે 20 આર્મીમેનને છૂટા કરી દેવાતાં શુક્રવારે ભારે વિરોધ જોવા મળ્યો હતો અને છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા જી.જી. હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઇ છે, જેના પ્રત્યુત્તરમાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા સિક્યુરિટી વિભાગમાં માટે નાણાં ફળવવામાં આવતા ન હોવાના કારણે આખરે છૂટા કરવાનો વારો આવ્યો છે તેમ જણાવાયું હતું.જેથી સિક્યોરિટી વિભાગ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર તેમજ રોગી કલ્યાણ સમિતિ વગેરેમાં રજૂઆત કરવામાં આવી રહી છે.