જામનગર દરેડ GIDC માં થયેલ ૨.૪૪ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : મસીતીયાના બે પકડાયા

0
11492

જામનગર નજીક દરેડ જીઆઈડીસી માં કારખાના માં થયેલી રૂ. ૨.૪૪ લાખના પિત્તળના માલસામાન ની ચોરી નો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

  • સીસીટીવી કેમેરાના આધારે એક્સેસ સ્કૂટર ના નંબર પરથી દરેડ અને મસીતિયાના બે તસ્કરો પકડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩ સપ્ટેમ્બર ૨૪, જામનગર નજીકના દરેડ જીઆઈડીસી માં આવેલા એક કારખાનાં મા ગત મંગળવારે મોડી રાત્રે કોઈ તસ્કરે શટરના નકુચા તોડી પ્રવેશ કર્યા પછી અંદર થી રૂ.૨,૪૪, ૬૨૦ ની કિંમત ના પિત્તળના સામાન ની ચોરી કરી લઇ ગયા હતા, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને ચોરાઉ સામગ્રી સાથે બે તસ્કરોને ઝડપી લીધા છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા મોરકંડા ગામમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં માં દિવ્યેશ બ્રાસ નામનું કારખાનું ચલાવતા અમૃતભાઈ રણછોડભાઈ સોનગરા નામના કારખાનેદાર મંગળવારે રાત્રે કારખાનુ બંધ કરીને ઘેર ગયા હતા. તે પછી રાત્રિના પોણા નવ વાાગ્યા થી બીજા દિવસના સવારે નવ વાગ્યા દરમિયાન કારખાનામાં ચોરી થઈ ગઈ હતી.

આ સમય દરમિયાન કોઈ શખ્સોએ શટરના નકૂચા કોઈ સાધન વડે કાપી નાખી અંદર પ્રવેશ કર્યા પછી ૪૫૩ કિલો પિત્તળનો સામાન ઉઠાવી લીધો હતો. જેની સવારે કારખાને આવેલા અમૃતભાઈને જાણ થઈ હતી. તેઓએ ગઈકાલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે પિત્તળના સામાનની કુલ કિંમત રૂ.૨,૪૪,૬૨૦ ની થવા જાય છે.

ઉપરોક્ત ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને સીસીટીવી કેમેરાના માધ્યમથી વાહનના નંબર જોઈ લીધા બાદ એક્સેસ સ્કૂટરમાં આવેલા બે તસ્કરોને પોલીસે શોધી કાઢ્યા હતા, અને ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે.

પંચકોશી બી. ડિવિઝન ના પો.ઇન્સ. વી જે રાઠોડ અને તેમની ટીમના ખીમભાઈ જોગલ, મેરૂભાઈ મહિપાલસિંહ વગેરેએ ગણતરી ના કલાકોમાં ચોરીનો ભેદી ઉકેલી નાખ્યો છે. જે કારખાનામાં ચોરી થઈ હતી તેની બાજુના કારખાનાના સીસીટીવી કેમેરા ના ફૂટેજ નિહાળ્યા હતા, જેમાં એક્સેસ સ્કૂટરમાં બે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જે તસ્કરોએ સૌપ્રથમ એક વખત પિત્તળના સામાનની ચોરી કરીને નીકળ્યા બાદ દસ મિનિટ પછી ફરીથી આવ્યા હતા, અને બીજી વખત બાકીનો સામાન લઈને ફરીથી ચોરી કરીને ગયા હતા. જેના વાહનના નંબરના આધારે પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને બંને તસ્કરો જામનગર નજીક મસીતીયામાં રહેતા અજીમ યુસુફભાઈ ખીરા તેમજ દરેડ માં રહેતા વિપુલ અરવિંદભાઈ ચુડાસમા ને અટકાયતમાં લઈ લીધા હતા, અને તેઓ પાસેથી ૨.૪૪ લાખ ની કિંમતનો માલ સામાન કબજે કરી લીધો છે.