Home Gujarat Jamnagar જામનગરના ચકચારી અપહરણ બળાત્કાર કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

જામનગરના ચકચારી અપહરણ બળાત્કાર કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

0

૧૪ વર્ષની સગીર બાળકીનું લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર કરવાના કેશમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

  • “બનાવ સમયે સગીરાની ઉમર ૧૪ વર્ષની હતી, પોકસો એકટ તળે કેશ ચાલેલ”

  • પોકસો એકટમાં ભોગબનનાર નું નિવેદન મહત્વનું ગણવાનું રહે છે : ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

  •  પોલીસ અને નામદાર અદાલત સમક્ષ આપેલ નિવેદન વિરોધાભાષી છે.

  • અદાલત માં ચાલેલા કાનૂની જંગમાં નિર્ભયા હત્યાકાંડ , જાતીય સતામણી જેવા મુદા પર દલીલો થઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૪ ઓક્ટોબર ૨૪ જામનગરના આ ચક્ચારી કેશની વિગત એવી છે કે, જામનગર જીલ્લાના જામનગર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા ફરીયાદીએ એવી ફરીયાદ તા.૧૨/૦૪/૨૦૨૩ના રોજ જાહેર કરેલ કે, તેમની સગીર પુત્રી જેની ઉમર ૧૪ વર્ષની છે, તે તા.૧૨/૦૪/૨૦૨૩ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ ઘરમાંથી નિકળી ગયેલ હોય અને ભોગબનનાર મળી આવેલ ન હોય, આ દરમ્યાન ફરીયાદીની પુત્રીને બનાવના ૧૫ દિવસ પહેલા પાડોશમાં રહેતો રાજેન્દ્ર ભોગબનનારને ચેડા કરતો હતો ત્યારે તેમને ઠપકો આપેલ હતો

અને ગામમાં અને આજુબાજુમાં તપાસ કરતા આ રાજેન્દ્ર પણ ગામમાં ન હોવાથી આ આરોપી રાજેન્દ્ર ભોગબનનારને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઈરાદાથી ભગાડી ગયેલ હોય તેવી ફરીયાદ જાહેર કરેલ, અને તપાસ ચાલું થતાં આરોપી અને ભોગબનનાર મળી આવેલ, ત્યારબાદ આરોપીની અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ,

તે દરમ્યાન ભોગબનનારનું નિવેદન લેવામાં આવેલ અને ભોગબનનારે પોલીસમાં નિવેદન આપેલ કે, રાજેન્દ્ર દ્વારા તેમને લગ્નની લાલચ આપી અને તેમના સાથે ભોગબનનારની મરજી વગર શરીર સંબંધ બાંધી અને બળાત્કાર કરેલ તેવી હકિકતો નિવેદનમાં જાહેર કરેલ, આમ તપાસ દરમ્યાન આરોપી સામે બળાત્કાર અને લગ્નની લાલચ આપી અને વાલીપણામાંથી બદકામ કરવાના ઈરાદાથી આરોપી ભોગબનનારને ભગાળી ગયેલ હોવાનું ખુલતા આરોપી સામે ચાર્જશીટ નામદાર અદાલત સમક્ષ કરવામાં આવેલ, અને કેશ ચાલી જતાં ફરીયાદી અને ભોગબનનાર અને તપાસ કરનાર, ડોકટરની ત્યા જન્મના પુરાવા અંગે શાળાના આચાર્યને તપાસમાં આવેલ ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા સરકાર તરફે એવી રજુઆતો કરવામાં આવેલ કે, ભોગબનનારનો જન્મ વર્ષ ૨૦૦૯માં થયેલ છે અને તેઓ બનાવની તારીખે ૧૪ વર્ષના હતા અને તેનું સમર્થન વર્ષ ૨૦૦૯માં તેનો જન્મ થયેલ છે,

તેના માટે આચાર્યએ પણ સમર્થન કરેલ છે, અને ભોગબનનારના તમામ નિવેદનોમાં પણ તેમના સાથે શરીર સંબંધ બંધાયાનું જાહેર થયેલ છે, તેથી આરોપીને સખત પુરેપુરી સજા અને ભોગબનનારને મહતમ વળતર આપી અને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ અને હાલનો કાયદો જ એ આશયથી બનાવવામાં આવેલ છે કે, આ રીતે સમાજમાં જે સગીર બાળકો સાથે જાતીય સતામણી થાય છે, તે ઓછી થાય અને નિર્ભયા હત્યાકાંડ બાદ આ કાયદામાં ધણા સુધારા આવેલ છે અને આ પ્રકારના આરોપીઓ સામે કોઈ દયા માન્ય રાખવી જોઈએ નહી, તેવી દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, પોકસો એકટમાં ભોગબનનારનું નિવેદન મહત્વાનું ગણવાનું રહે છે અને ભોગબનનારે પોલીસ સમક્ષ જે નિવેદન આપેલ છે અને નામ અદાલતમાં જે નિવેદન આપેલ છે, તે ખુબજ વિરોધાભાષી નિવેદન છે, અને આ પ્રકારના વિરોધાભાષી નિવેદનોને ન માનવા જોઈએ, તેની સાથે એવી દલીલો પણ કરવામાં આવેલ કે, આ કેશમાં જન્મ અંગેના પ્રમાણપત્રો રજુ થયેલ નથી અને જસ્ટીઝ જયુવેનાઈલ એકટ મુજબ કાયદામાં સ્પષ્ટપણે તેવું ઠરાવવામાં આવેલ છે કે, શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો રેકર્ડમાં હોય તો તે સાચો માનવો તેવું અનુમાન હોવું જોઈએ પરંતુ આ કેશમાં માત્ર અને માત્ર બોનાફાઈડ પ્રમાણપત્ર રજુ થયેલ છે, જેથી ભોગબનનારનો જન્મ સાબીત કરવામાં પ્રોસીકયુશન નિષ્ફળ ગયેલ છે, ભોગબનનાર બનાવ સમયે ૧૪ વર્ષની હતી તે શંકા ઉત્પન્ન રેકર્ડ ઉપર થયેલ છે જયારે પોકસોના કેશમાં જન્મ અને ઉમર અંગે શંકા ઉત્પન્ન થાય ત્યારે પોકસોની કોઈ જોગવાઈઓ અનુસાર સજા થઈ શકે નહીં, અને જે આક્ષેપો છે, તે મોધમ પ્રકારના આક્ષેપો છે બળાત્કાર કરવામાં આવેલ તેવું માત્ર જણાવવાથી બળાત્કાર માની શકાય નહીં, તેને સાપેક્ષ કોઈ જ પુરાવો નામ.અદાલતના રેકર્ડમાં આવેલ નથી, જેથી આરોપી નિદોર્ષ છે, તેને કોઈપણ રીતે આ કેશમાં ફરીયાદીએ સંડોવી દીધેલ છે, તેથી આરોપીને નિદોર્ષ ઠરાવવો જોઈએ, આમ, નામ.અદાલતે તમામ દલીલો રેકર્ડ અને કેશની હકિકતો ધ્યાને લઈ અને આરોપી રાજેન્દ્ર તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી રાજેન્દ્રને નિદોર્ષ ઠરાવી છોડ મુકવાનો હુકમ કરેછે,

આ કેસમાં આરોપી રાજેન્દ્ર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની , હરદેવસીહ આર.ગોહીલ , રજનીકાંત આર.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version