0
12

જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં એક પ્રોવિઝન સ્ટોર ના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરનાર પરપ્રાંતિય શખ્સ પકડાયો

જામનગર તા ૨૭, જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં એક પ્રોવિઝન સ્ટોરના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરી રહેલા એક તસ્કરને ઝડપી લીધો છે, અને પોલીસ તેની વધુ પૂછપરછ ચલાવી રહી છે.

આ બનાવની હકીકત એવી છે કે જામનગર તાલુકા ના ધૂતારપર ગામમાં રહેતા જયસુખભાઈ પરસોતમભાઈ ચોવટીયા નામના વેપારી કે જેઓની ધૂતારપર ગામમાં યોગી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન આવેલી છે, જે દુકાનમાં ગત ૨૬.૯.૨૦૨૪ ની રાત્રિના દોઢેક વાગ્યાના આરસામાં કોઈ તસ્કર ચોરીના ઇરાદે આવ્યો હતો, અને પ્રોવિઝન સ્ટોર ના તાળા તોડવા માટે લોખંડની કોષ નો ઉપયોગ કરીને ચોરી નો પ્રયાસ કરી રહ્યો હતો.

જે દરમિયાન તેને પડકારીને પકડી લીધો હતો, અને પોલીસને સુપ્રત કર્યો હતો. જેથી પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એ રાઠોડ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ચોરી કરવાના ઇરાદે આવેલા શખ્સ ની અટકાયત કરી લીધી હતી. જેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પરબત ઉર્ફે બકો છગનભાઈ ડામોર અને હાલ જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતો હોવાનું અને દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા ગામનો વતની હોવાનું કબૂલ્યું હતું.જેની પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.