જામનગર 1404 આવાસના ફ્લેટ માં બનાવેલ 14 દુકાનો સીલ કરાઇ

0
2236

જામનગરના અંધ આશ્રમ વિસ્તારમાં આવેલા ૧૪૦૪ આવાસ ને ખાલી કરવાની આખરી મહેતલ છતાં ચાલુ રહેલી ૧૪ દુકાનોન સીલ કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ જાન્યુઆરી ૨૪ જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા અંધશ્રમ પાસેના ૧૪૦૪ આવાસના ફ્લેટ, કે જે હાલ જર્જરીત હાલતમાં હોવાથી ખાલી કરી દેવાની આખરી મહેતલ આપી દેવાયા પછી પણ તેમાં કેટલાક લોકો ગેરકાયદે રીતે ગ્રાઉન્ડ ફ્લોર માં દુકાનો બનાવી લીધી હતી, તે પૈકીની ૧૪ જેટલી દુકાનો ને આજે સીલ કરવામાં આવી છે. જેથી દોડધામ થઇ છે.અંધાશ્રમ પાસેના આવાસ ખૂબ જ જર્જરીત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવા સૂચના અપાઇ હતી, અને તે જગ્યા ખુલ્લી કરી ત્યાર પછી તેમાં નવા ફ્લેટ તૈયાર કરીને મૂળ ફ્લેટ ધારકોને તેમાં વધારે સુવિધા યુક્ત ફલેટ ફાળવવામાં આવશે, તેવી યોજના ઘડી કાઢવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો ખાલી કરતા નથી, અને જર્જરિત આવાસમાં વસવાટ કરે છે, જેથી તેઓ પર જોખમ તોડાઈ રહ્યું છે.આ ઉપરાંત કેટલાક ફ્લેટ ધારકો કે જેઓએ ગ્રાઉન્ડ ફ્લોરમાં પોતાના ફ્લેટમાં ગેર કાયદે રીતે દુકાનો ખડકી દીધી છે, અને તે દુકાનો હજુ સુધી ચાલુ રાખી હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, તથા અન્ય જુદા જુદા વિભાગના અધિકારીઓની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને ગેરકાયદેરીતે ચાલી રહેલી ૧૪ દુકાનોપર જામનગર મહાનગર પાલિકાના શીલ મારી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીને લઈને ભારે નાશ ભાગ મચી ગઈ હતી.આવાસના દુકાનદારો કે જેઓએ પોતાનો માલ સામાન કાઢવા માટે ની રજૂઆત કરતાં તેમને મહાનગરપાલિકાની કચેરીએ આવીને એસ્ટેટ શાખા ની ટુકડીનો સંપર્ક સાધી દુકાનો ખાલી કરી દેવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવશે, તેમ જણાવ્યું છે.જયારે અન્ય કેટલાક ફ્લેટ ધારકો હજુ તેમાં વસવાટ કરતા હોવાથી તેઓને આજે ફરીથી માઈક દ્વારા સૂચના આપી આવાસ ને ખાલી કરી દેવા માટેની ચેતવણી અપાઇ છે.