જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાયટો ભાંગરો.! અધૂરા પરિપત્રથી  દોડધામ.

0
382

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાયટો ભાંગરો.! અધૂરા પરિપત્રથી  દોડધામ.

શહેરના PHC સેન્ટરના ડોક્ટરો પણ અજાણ.!

જામનગર શહેર તેમજ જિલ્લાની ગ્રાન્ટેડ અનેે નોન ગ્રાન્ટે શાળામાં ૪૫ વર્ષથી ઉપરના  સંચાલક અને સ્ટાફે  કોરોના વેક્સિન લેવા અંગે આરોગ્ય વિભાગની સુચના બાદ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ તા.૧-૪-૨૦ર૧ રોજ વેકસીન લેવા અંગેનો પરીપત્ર જાહેર કરેલો અને જામનગરના તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાા સંચાલકોને તથા સ્ટાફે વેક્સિન લેવા અંગેની જાણ કરવામાં આવેલ પરંતુ આ પરીપત્રમાં ફક્ત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો ઉલ્લેખ કરતા શિક્ષકો તથા સંચાલકોને વેકસીન આપવા અંગે શહેરની આરોગ્ય શાખા દ્વિધામાં પડી ગઈ.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ ના તમામ શાળા સંચાલક – સ્ટાફે  કોરોના વેક્સીન લેવા અંગે તારીખ 1-4 -2021  રોજ  પત્રક્રમાર્ક : પરચ/ કોરોના વેકસીન /2021/20501 થી સુચના આપવામાં આવેલ પરંતુ સંદર્ભ માં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નો ઉલ્લેખ કરતો પરિપત્ર હોવાથી શાળાના સ્ટાફ અને સંચાલકોને મહાનગરપાલિકા હેઠળ આવેલા આરોગ્ય સેન્ટરમાં કોરોના વેક્સિન લેવા માટે જતા ધરમના ધક્કા થયા છે.

કારણકે મહાનગરપાલિકા હેઠળના આરોગ્ય શાખાએ જણાવેલ કે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જે પરિપત્ર જાહેર કરેલ છે તેમાં ફક્ત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નો ઉલ્લેખ કરેલો છે.

ખરેખર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ સંદર્ભમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા એમ બંનેનો ઉલ્લેખ કરવો જોઈએ જેથી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકો જે વિસ્તાર હેઠળ આવતા હોય ત્યાં આસાનીથી કોરોનાની રસી લઇ શકે આવા સિંગલ પરિપત્રથી શિક્ષકગણ અને સ્ટાફને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સૂત્રોમાંથી જાણવા મળતી મુજબ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળા સંચાલક અને સ્ટાફ ને કોરોના વેક્સિન લેવા અંગેનો આવો કોઈ પરિપત્ર થયો છે કે કેમ.! તેનાથી પીએચસી સેન્ટર ના ડોક્ટર પણ  અજાણ છે.!

હાલ શિક્ષણ વિભાગે કરેલ અક્કલનું પ્રદર્શન અને  અધુરા પરિપત્રે શિક્ષણ જગતમાં દોડધામ મચાવી દીધી છે.