જામનગરના જગપ્રસિઘ્ધ શ્રી બાલાહનુમાન મંદિરમાં 13 કરોડ રામ મંત્રની સ્થાપના કરાશે
દેશ દેવી ન્યુઝ જામનગર 10 .જામનગરના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં 13 કરોડ રામમંત્રની આગામી વિજયા દસમીએ સ્થાપના કરવામાં આવશે. જેને પગલે આ મંદિર ગુજરાતના સૌ પ્રથમ મંત્ર મંદિર તરીકે પણ ઓળખાશે. જામનગરમાં તળાવની પાળ પાસે આવેલ શ્રી બાલા હનુમાન મંદિરમાં તા.1-8-1964ના રોજ સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ જયરામ જય જય રામ મંત્રની આહલેખ જગાવવામાં આવી હતી. તે દિવસથી આજ સુધી વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આ મંત્રની અખંડ ધૂન મંદિરમાં ગવાઈ રહી છે અને કરોડો મંત્રનો ઉચ્ચાર થઈ ચૂક્યો છે.
આ અખંડ રામધૂનને 27 હજારથી વધુ દિવસ એટલે કે 57 વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને 58 મુ વર્ષ ચાલે છે. આ અખંડ રામધુનને લીધે જામનગરના આ બાલા હનુમાન મંદિરને બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેથી આ મંદિર વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નવતર પ્રયોગ કોરોનાં કાળના છેલા ત્રણ – સાડા ત્રણ મહિનાથી હાથ ધરાયો છે.શ્રી રામ મંત્રના લેખન માટે ખાસ બુક છપાવવામાં આવી છે અને ભવિકોને લખવા માટે કરી છે.આ પ્રકલ્પ પૂરો થવાથી જામનગરનું શ્રી બાલા હનુમાન મંદિર ગુજરાતનું સૌ પ્રથમ મંદિર બનશે જેમાં આટલી મોટી સંખ્યામાં મંત્રોની સ્થાપના થઇ હોય.